રાજકોટ : સતત બીજા દિવસે પણ પોલીસે બોલાવી દારૂની ભઠ્ઠીઓ પર ઘોંસ
BY Connect Gujarat3 Dec 2019 2:28 PM GMT

X
Connect Gujarat3 Dec 2019 2:28 PM GMT
દારૂના નશામાં રાજકોટમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના કેસ બાદ પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે શહેરમાં વિવિધ સ્થળોએ ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર સતત બીજા દિવસે પણ ધોંસ બોલાવી છે. પોલીસે દેશી દારૂ અને 1200 લીટર આથાનો નાશ કરી 2 બૂટલેગરની અટકાયત કરી હતી.
રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે પણ
વહેલી સવારથી પોલીસે અલગ અલગ ટીમો બનાવી પ્રોહિબીશન અંગે મેગા ડ્રાઇવ હાથ ધરી હતી. એ’ ડિવીઝન, બી’ ડિવીઝન અને આજીડેમ
પોલીસ મથકના સ્ટાફ દ્વારા શહેરના કુબલિયાપરા, થોરાળા, ભક્તિનગર, કુવાડવા વિસ્તારમાં દેશી દારૂની
ભઠ્ઠીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.
પોલીસ ડ્રાઇવ દરમિયાન
લીલા સોલંકી અને કવી સોલંકી નામની 2 મહિલા બૂટલેગરની અટકાયત કરવામાં આવી હતી.
તેમની પાસેથી 1200 લીટર દારૂનો આથો મળી આવ્યો હતો, જે સ્થળ પર જ નાશ
કરવામાં આવ્યો હતો.
Next Story