Top
Connect Gujarat

રાજકોટ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટનું પીએમ મોદીનાં હસ્તે થશે ખાતમુહર્ત

રાજકોટ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટનું પીએમ મોદીનાં હસ્તે થશે ખાતમુહર્ત
X

રાજકોટ થી 20 કિ.મીનાં અંતરે નિર્માણ પામનાર હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટને પર્યાવરણ વિભાગ દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે વિમાન મથકની ખાતમુહર્ત વિધિ યોજાય તેવા પ્રયત્નો રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યા છે.

રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે એરપોર્ટ ઓથોરિટી સહિત તમામ ડિપાર્ટમેન્ટ દ્રારા મંજુરી આપી દેવામાં આવી છે. રાજકોટ અમદાવાદ હાઇવે પર હીરાસર ગામ પાસે ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે રાજય સરકાર દ્રારા છેલ્લા બે વર્ષ થી કવાયત હાથ ધરવામાં આવી છે.

આગામી દિવસોમાં વડાપ્રધાનનાં હસ્તે ખાતમુર્હૂત કરવામાં આવે તેવી શકયતા પણ વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટ જીલ્લા કલેક્ટર ડો.વિક્રાંત પાંડેએ મુખ્યમંત્રીને આ બાબતની જાણ કરતા રાજ્ય સરકાર દ્વારા પણ ભારત સરકાર પાસે સમય માંગવામાં આવ્યો છે.

Next Story
Share it