Top
Connect Gujarat

રાજકોટ : IPL મેચ પર સટ્ટો રમતા બે ઇસમોને પકડી પાડતી ભકિતનગર પોલીસ

રાજકોટ : IPL મેચ પર સટ્ટો રમતા બે ઇસમોને પકડી પાડતી ભકિતનગર પોલીસ
X

તાજેતરમાં રમાઇ રહેલ IPL મેચમાં મોબાઇલા પર લાઇવા પ્રસારણથી હારજીતનો જુગાર રમાડતા બે ઇસમોને બાતમીના આધારે છાપો મારી ભક્તીનગર પોલીસે ઝડપી પાડી તેમના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પોલીસને મળેલ બાતમીના આધારે બાતમી આધારે છાપો મારતા વિરેન્દ્રભાઇ ઉર્ફે ભોલો છગનભાઇ ડોબરીયા ઉવ. ૩૦ રહે. મહેશ્વરી સોસાયટી મેઇન રોડ રાજકોટ, મોહીતભાઇ ધીરૂભાઇ ગોંડલીયા ઉ.વ. ૩૦ રહે. વિવેકાનંદનગર શેરી નં-૨ કોઠારીયા રોડ રાજકોટનાઓ કોઠારીયા મેઇન રોડ નટરાજ પેટ્રોલપંપની સામે જાહેરમાં આઇ.પી.એલ. રોયલ ચેલેન્જ બેંગ્લોર ૫ ૩ મુબઇ ઇન્ડીયન્સના મેચ પર કીકેટ એક્ષચેન્જ નામની મોબાઇલ એપ્લીકેશન પર લાઇવ પસારણ પર હારજીતનો જુગાર રમતા બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ આરોપીઓ પાસેથી રોકડા રૂપીયા ૫૦૦૦/- તથા બે મોબાઇલ ફોન કી.રૂ.૧૨૦૦૦/- મળી કુલ કી.રૂ.૧૭૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી તેમના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Next Story
Share it