Connect Gujarat
ગુજરાત

રાજકોટ : IT ઓફિસમાં ACB ની રેડ, 30 હજારની લાંચ સાથે અધિકારીને ઝડપી પાડ્યો

રાજકોટ : IT ઓફિસમાં ACB ની રેડ, 30 હજારની લાંચ સાથે અધિકારીને ઝડપી પાડ્યો
X

રાજકોટની ઈન્કમટેક્ષ ઓફિસમાં એસીબીએ રેડ કરી આઈ.ટી. અધિકારી સોલંકીને રૂા.30 હજારની લાસ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આઈ.ટી. ઓફિસમાં એસીબીની રેડના પગલે નાસભાગ મચી ગઈ હતી. ન્યારા ગામના ખેડૂતને રૂા.12 લાખની નોટિસ ફટકારી સેટલમેન્ટના રૂા.90 હજારની માગણી કરી ઓફિસમાં જ રૂા.30 હજાર કટકટાવતા એસીબીએ ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ રાજકોટના ન્યારા ગામના પટેલ ખેડૂતને ઈન્કમટેક્ષ દ્વારા રૂા.12 લાખની નોટીસ ફટકારવામાં આવી હતી. જે અંગે ખેડૂતે તેના સી.એ.મારફત તપાસ કરાવતા રૂા.7 લાખ જ થતા હોય જેથી ફરિયાદી ખેડૂત ઈન્કમટેક્સ અધિકારી એન.પી.સોલંકીને મળ્યા હતા અને આ રકમ વધુ હોવાનું જણાવતા અધિકારી દ્વારા સેટલમેન્ટ માટે રૂા.90 હજારની માગણી કરવામાં આવી હતી અને અંતે રૂા.30 હજાર આપવાનું નકકી કરવામાં આવ્યું હતું.

લાંચની રકમ આજે ઈન્કમટેક્ષ અધિકારી એન.પી. સોલંકીને આપવાની હતી. જે અંગે ફરિયાદીએ એસીબીમાં જાણ કરતા એસીબી પી.આઈ. એમ.એસ.આચાર્ય અને ટીમ દ્વારા ઘટકુ ગોઠવવામાં આવ્યું હતં અને ઈન્કમટેક્ષ ઓફિસમાં ચોથા માળે આવેલી અધિકારી એન.પી.સોલંકીની ઓફિસ નં.422માં જ અધિકારી સોલંકીએ ખેડૂત પાસેથી રૂા.30 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા અને ઈન્કમટેક્ષ અધિકારી એન.પી.સોલંકી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઈન્કમટેક્સ ઓફિસમાં જ એસીબીની રેડના પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે.

Next Story
Share it