Top
Connect Gujarat

રાજકોટ : RTE હેઠળ નામાંકિત શાળાઓએ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો કર્યો ઈન્કાર, વાલીઓએ કરી ડિઈઓને રજુઆત

રાજકોટ : RTE હેઠળ નામાંકિત શાળાઓએ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો કર્યો ઈન્કાર, વાલીઓએ કરી ડિઈઓને રજુઆત
X

રાજકોટમા રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ વિદ્યાર્થીઓને શાળાની ફાળવણી તો ઓનલાઈન કરી દેવામા આવી છે. પરંતુ જે તે શાળા દ્વારા તેમને પ્રવેશ આપવાની મનાઈ ફરમાવવામા આવી રહી છે. જેને પગલે 100 જેટલા વિદ્યાર્થીઓનુ ભાવિ અધ્ધરતાલ છે.

શાળાઓ દ્વારા પોતે લઘુમતિનુ પ્રમાણ પત્ર ધરાવતા હોવાથી પ્રવેશ આપી નહી શકીએ નું બહાનુ આગળ ધરવામા આવી રહ્યુ છે. તો બિજી તરફ વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ ઉગ્રસુત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો. વહેલી સવારના સાડા આઠ વાગ્યાથી વાલીઓની લાંબી કતાર શહેરની જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસમા જોવા મળી હતી. જો કે શિક્ષણ અધિકારી ચૂંટણી કામમા વ્યસ્ત હોઈ તેથી વાલીઓને ત્રણ કલાક સુધી તડકામા રાહ જોવાની ફરજ પડી હતી.

કનેકટ ગુજરાત સાથેની વાતચીતમા જિલ્લા શિક્ષણ અધિકારી આર.એસ.ઉપાધ્યાયે જણાવ્યુ હતુ કે જ્યારે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરવાની શરુઆત થઈ ત્યારે જે શાળાઓ પાસે લઘુમતીનુ પ્રમાણપત્ર છે અને જેમના કેસ હાલ સુપ્રિમ કોર્ટમા પેન્ડિંગ છે તે બાબતનો ઉલ્લેખ અમારા દ્વારા વેબસાઈટમા કરવામા આવ્યો હતો. તેમ છતા કેટલાંક વાલીઓએ પોતાના બાળકો માટે જે તે શાળા પસંદ કરતા આ વિવાદ થયો છે. પરંતુ જેટલા પણ વાલીઓને આ પ્રકારની સમસ્યા હશે તે તમામને વૈક્લ્પિક વ્યવસ્થા ગોઠવી આપવામા આવશે. તેમજ 13 તારીખ બાદ બિજો રાઉન્ડ શરુ કરવામા આવશે જે અંતર્ગત આ તમામ બાળકોને તેમની નજીકની શાળામા પ્રવેશ આપવામા આવશે

Next Story
Share it