Top
Connect Gujarat

ભારત-પાક. તણાવ વચ્ચે બંને દેશોના કલાકારોએ સંયુક્ત રીતે બનાવેલી ફિલ્મ પાક.માં થશે રીલિઝ

ભારત-પાક. તણાવ વચ્ચે બંને દેશોના કલાકારોએ સંયુક્ત રીતે બનાવેલી ફિલ્મ પાક.માં થશે રીલિઝ
X

ભારત અને પાકિસ્તાન વચ્ચે વણસી રહેલા તણાવ વચ્ચે ભારતીય અને પાકિસ્તાનીના સંયુક્ત પ્રયાસોથી બનેલી ફિલ્મ 'જીવન હાથી'ની અભિનેત્રી હિના દીલ્પાઝીરે આશા વ્યક્ત કરી હતી કે આ ફિલ્મથી બંને દેશો વચ્ચે પ્રેમની સુવાસ ફેલાવશે.

ડોન ન્યૂઝપેપર મુજબ આ ફિલ્મ ઝી જીંદગીના ઝીલ ફોર યુનિટી નો એક ભાગ છે. જે અંતર્ગત બંને દેશોના 12 સફળ ફિલ્મમેકર્સ તેમની યુનિટી દર્શાવતા સ્પેશિયલ વીડિયો બનાવશે.

unnamed-13

બ્લેક કોમેડી 'જીવન હાથી' હાલમાં ભારતમાં પ્રદર્શિત કરવામાં નહી આવે પરંતુ ભારતીય ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત કરવામાં આવશે. જ્યારે પાકિસ્તાનમાં આ ફિલ્મ 4 નવેમ્બરે રીલિઝ થશે. ફિલ્મમાં હીનાની સાથે નસરુદ્દીન શાહ પણ ચમકી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ઉરીમાં આતંકવાદી હુમલામાં 18 જવાનો શહીદ થયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વણસ્યા ત્યારે હવે જોવુ એ રહ્યુ કે આ ફિલ્મ ને કેવો પ્રતિસાદ મળે છે.

Next Story
Share it