Connect Gujarat
ગુજરાત

રાજકોટ:48 કલાક બાદ પણ 17લાખની લૂંટનો ભેદ વણ ઉકેલાયો, લૂંટારુઓના સીસીટીવી આવ્યા સામે

રાજકોટ:48 કલાક બાદ પણ 17લાખની લૂંટનો ભેદ વણ ઉકેલાયો, લૂંટારુઓના સીસીટીવી આવ્યા સામે
X

રાજકોટ માં બે દિવસ પૂર્વે રમેશ કાંતિલાલ આંગડિયા પેઢીના કર્મીને ધોળે દિવસે લૂંટી લેવામાં આવ્યો હતો. રોકડ રૂપિયા 17 લાખ ધોળા દિવસે લૂંટતા પોલીસની કામગીરીના પર લિરે લીરા ઉડી ગયા હતા. ત્યારે પોલીસે આરોપીઓને પકડવા શોધખોળ હાથ ધરી છે. તેમ છતાં 48 કલાક બાદ પણ પોલીસના હાથે કઈ પણ હાથ નથી લાગ્યું.

પોલીસ સૂત્રો નું માનીએ તો આંગડિયા પેઢીના કર્મચારી બનેલ લૂંટના બનાવ પાછળ ઈરાની ગેંગ અથવા છારા ગેંગ હોવાની આશંકા સેવાઇ રહેલી છે. ત્યારે રાજકોટ પોલીસે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને છારાનગર પોલીસને સીસીટીવી મોકલી આપ્યા છે. સીસીટીવી માં સ્પષ્ટ જોઈ શકાય છે કે બે લૂંટારું પૈકી એક લોધાવડ ચોક અને બીજો ત્રિકોણબાગ તરફ ભાગ્યા હોવાનું સામે આવ્યું છે. બે દિવસ વીતવા છતાં 17 લાખની લૂંટનો ભેદ વણ ઉકેલાયો છે. ત્યારે આ મામલે આરોપીઓ ક્યારે પોલીસ ગિરફતમાં આવે છે તે જોવું રહ્યું

Next Story
Share it