રાજપારડી: GMDCના લિગ્નાઇટ પ્રોજેક્ટના જેસીબી મશીનમાં અચાનક આગ થી નાસભાગ
BY Connect Gujarat22 Nov 2019 12:20 PM GMT

X
Connect Gujarat22 Nov 2019 12:20 PM GMT
ભરૂચ જીલ્લાનાં ઝગડીયા તાલુકામાં આવેલ રાજપારડી નજીક જી.એમ.ડી.સી.ના લીગનાઈટ
પ્રોજેક્ટ માં કોલસા ભરતી વખતે જે.સી.બી મશીનમાં આગ લાગી હતી.
ઝગડીયાનાં રાજપારડી ગામ ખાતે આવેલ જી.એમ.ડી.સી.નાં લિગ્નાઇટ પ્રોજેકટમાં કોલસાનું વહન કરવામાં આવે છે. જયારે ગઇકાલે બપોરનાં સમયે કોલસા ભરતી વખતે જે.સી.બી. મશીનમાં કોઈક અગમ્ય કારણોસર આગ લાગી હતી. આ આગના પગલે મસિન નજીકનાં કોલસાના ઢગલામાં પણ સામાન્ય આગ લાગતાં તેની જાણ જીએમડીસીનાં અધિકારીઓને થતાં તેઓ ધટના સ્થળે દોડી આવી ફાયર બ્રિગેડને જાણ કરવામા આવી હતી. ફાયરબ્રિગેડે દોડી આવી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જોકે આ દુધટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી.
Next Story