Independence Day

રાજય સરકાર ધ્વારા તાજેતરમાં વરિષ્ઠ સનદી અધિકારીઓની બદલી-નિમણૂંકના થયેલા આદેશ અન્વયે નર્મદા જિલ્લ કલેકટર આર.એસ.નિનામાની તાપી-વ્યારા જિલ્લા કલેકટર તરીકે બદલી થતાં તેમના અનુગામી તરીકે નિમાયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય વહિવટદાર અને સરદાર સરોવર પુર્નવસવાટ એજન્સીના રીહેબીલીટેશન કમિશનર આઇ.કે.પટેલની નર્મદા જિલ્લા કલેકટર તરીકે નિમણૂંક થતાં આજે રાજપીપળામાં ર્ડો.બાબા આંબેડકર હોલ ખાતે આ બંને અધિકારીઓનો વિદાય અને આવકાર સમારંભ યોજાયો હતો.

બદલીથી વિદાઇ લઇ રહેલ જિલ્લા કલેકટર આર.એસ.નિનામાનું ટીમ નર્મદા તરફથી શુભેચ્છાના પ્રતિકરૂપે શ્રીફળ  અર્પણ કરવાની સાથે શાલ ઓઢાડી સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાનું સ્મૃતિ ચિન્હ એનાયત કરી અભિવાદન કરાયું હતું તેવીજ રીતે નવનિયુકત જિલ્લા કલેકટર આઇ.કે.પટેલને પણ પુષ્પગુચ્છ-શાલ ઓઢાડીને ઉષ્માભર્યો આવકાર અપાયો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાએ પણ પોલીસ વિભાગ તરફથી આ બંને અધિકારીઓનું વિશેષ સન્માન કર્યું હતું.

જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા, નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસ, પ્રાયોજના વહિવટદાર આર.વી.બારીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એલ.એમ.ડીડોંળ, નાયબ પોલીસ અધિક્ષક અચલ ત્યાગી, નાયબ વન સંરક્ષક પ્રતિક પંડયા સહિત સમગ્ર મહેસુલી પરિવાર અને ટીમ નર્મદાના અધિકારીઓની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયેલા આ વિદાય-આવકાર સમારંભને વિદાય લઇ રહેલા જિલ્લા કલેકટર આર.એસ.નિનામાએ તેમના સંબોધનમાં રાજપીપળાની સેવાકાળ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કેવડીયા ખાતે રાષ્ટ્રીયકક્ષાના વિવિધ કાર્યક્રમોમાં ટીમ નર્મદાના જબરજસ્ત સંકલનને લીધે ઉત્કૃષ્ઠ કામગીરી કરી શકાઇ છે. જિલ્લામાં પ્રવાસન વિકાસ, વન અધિકાર સહિતના ક્ષેત્રો ઉપરાંત જિલ્લાના અદનામાં અદના સામાન્ય વ્યકિતના વિકાસ માટેની સમાજ કલ્યાણની યોજનાઓના લાભો પહોંચાડવાની સફળતામાં ટીમ નર્મદાનું યોગદાન અમૂલ્ય રહયું છે, તે બદલ તેમણે ટીમ નર્મદાને હદયપૂર્વક અભિનંદન પાઠવ્યાં હતાં.

નવનિયુકત જિલ્લા કલેકટર આઇ.કે.પટેલે તેમના પ્રસંગોચિત ઉદબોધનમાં તેમના સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ એડમિનિસ્ટ્રેટર તરીકેના કાર્યકાળ દરમિયાન આર.એસ.નિનામા સાથેની મિત્રતા-હુંફથી એક બીજાને પૂરક બનીને જિલ્લાના મહત્વના પ્રશ્નોનો ઉકેલ લાવ્યાં છે, ત્યારે જિલ્લા કલેકટર તરીકેના આ નવા પદભારની સાથોસાથ પોતાની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા યોજનાના પુનઃ વસવાટ કમિશનર તરીકેની વધારાની જવાબદારીઓ નિભાવવામાં ટીમ નર્મદા તરફથી આ વિશેષ જવાબદારી માટે પુરતો સહયોગ મળી રહેશે તેવી અભિલાષા પણ તેમણે આ તકે વ્યકત કરી હતી.

આ પસંગે નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા, નિવાસી અધિક કલેકટરશ્રી એચ.કે. વ્યાસ, પ્રયોજના વહિવટદારશ્રી આર.વી.બારીયા, દેડીયાપાડા પ્રાંત અધિકારીશ્રી ડી.એન.ચૌધરી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આઇ.કે.હળપતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી બી.ડી.બારીયા, જુ.કલાર્કશ્રી જયરામ જોષી વગેરેએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં વિદાઇ લઇ રહેલા જિલ્લા કલેકટરશ્રી આર.એસ.નિનામાની કાર્યશૈલી, કોઇ પણ કામ પ્રત્યેનો લગાવ, હકારાત્મક અભિગમ સાથે જે તે કાર્ય પૂર્ણ કરવાની તત્પરતા અને સમાજના અદના માનવી સુધી સરકારશ્રીની પ્રત્યેક યોજનાનો લાભ લક્ષિત લાભાર્થી જૂથ સુધી પહોંચાડવા માટેની પ્રતિબધ્ધતાની મુકતકંઠે પ્રસંશા કરી શ્રી નિનામાના પ્રજાલક્ષી અભિગમને બિરદાવ્યો હતો અને નવનિયુકત કલેકટરશ્રી આઇ.કે.પટેલને પણ શ્રી નિનામાની જેમ પુરતા ઉમંગ અને ઉત્સાહ સાથે ટીમ નર્મદાનો સહયોગ મળી રહેશે, તેવી પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here