Connect Gujarat
ગુજરાત

રાજપીપળા : ગરૂડેશ્વરના શિવશક્તિ જવેલર્સમાં લાખો રૂપિયાના દાગીનાની ચોરી

રાજપીપળા : ગરૂડેશ્વરના શિવશક્તિ જવેલર્સમાં લાખો રૂપિયાના દાગીનાની ચોરી
X

રાજપીપળા ગરૂડેશ્વરના એક જવેલરીના શો-રૂમમાં લાખો રૂપિયાના દાગીનાની ચોરી થઈ છે.શો-રૂમના માલિકે આ મામલે ગરૂડેશ્વર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.તો બીજી બાજુ આ ચોરી કોઈ જાણભેદુએ કરી હોવાની વાતો પણ વહેતી થઈ છે.

ગરૂડેશ્વર રોડ પર આવેલી શિવશક્તિ જવેલર્સ નામની સોના-ચાંદીના ઘરેણાં બનાવતી દૂકાનનાં ઘરની પાછળની ગ્રીલો અને લોખંડનો દરવાજો તોડી ચોરો સીધા જ જવેલરી દુકાનમાં ઘુસી ગયા હતા.અને શિફ્તતા પૂર્વક લગભગ 3.5 લાખના સોના ચાંદીના દાગીના ઉઠાવી ગયા હતા.આ તો દુકાનના માલિકે જ્યારે પોતાની દુકાન ખોલી ત્યારે આ ઘટનાની એને જાણ થઈ હતી.બાદ માલિક વિજય સોનીએ આ મામલે ગરૂડેશ્વર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.ગરૂડેશ્વર પોલીસે દૂકાનની અંદર રહેલા CCTV ફૂટેજના આધારે તપાસનો દોર આરંભીયો છે,સાથે સાથે ડોગ સ્ક્વોડ અને FSLની પણ મદદ લેવાઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Next Story
Share it