રાજપીપળા : ટ્રક ચાલકે રડતી આંખે લોકો પાસે મોતની માંગી ભીખ જાણો કેમ ?

1356

તા.૮મી જાન્યુઆરીના રોજ મહારાષ્ટ્રથી કપાસ ભરી નીકળેલી ટ્રક રાજપીપળા નજીક વિરપોર ચોકડી પાસે પલટી મારી હતી. જેમાં કંડકટરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે ચાલકને ત્રણ કલાકના રેસ્ક્યુ બાદ ક્રેન વડે બહાર કાઢી ૧૦૮ ઇમરજન્સી વાન દ્વારા રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.

ઘટના જાણ એઆમ બની કે, મહારાષ્ટ્રના પહુર ગામેથી ટ્રક નંબર MH-19-Z-6830માં ચાલક દિલીપ.જે. હુડેકર રહે. બુલડાના જી.,તા-મોતાળા,ગામ-ધામનગાઉ બઢે, કંડકટર ઇશાક ઉર્ફે બુડણ અજિત ઉર્ફે અજજુ શેખને લઈને કપાસ ભરી ગુજરાતના કડી કલોલ ગામે જઈ રહ્યો હતો. દરમિયાન નેત્રંગ તરફથી પસાર થતી વેળાએ રાજપીપળાની વિરપોર ચોકડી પાસે અચાનક ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા એમની ટ્રક પલટી મારી ગઈ હતી.

આ અકસ્માતમાં ચાલક અને કંડકટર ટ્રક નીચે દબાઈ ગયા હતા જેમાં કંડકટર ઇશાક ઉર્ફે બુડણ અજિત ઉર્ફે અજજુ શેખનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.જ્યારે ચાલકને લગભગ ૩ કલાકની ભારે જહેમત બાદ જેમ તેમ કરીને બે ક્રેનની મદદથી બહાર કઢાયો હતો અને ૧૦૮ ઇમરજન્સી વાન દ્વારા રાજપીપળા સિવિલ હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડાયો હતો.રાજપીપળા પોલીસે અકસ્માત મામલે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

મહારાષ્ટ્રની ટ્રક પલટી મારતા કંડક્ટરનું તો ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે ટ્રક ચાલક સ્ટિયરિંગ લોક થઈ જતા ટ્રકમાં જ ફસાઈ ગયો હતો.એને બહાર કાઢવા ત્રણ કલાક ભારે જહેમત કરવી પડી હતી ચાલકને બહાર કાઢવા બે ક્રેનની મદદથી ટ્રકને ઊંચી કરી ચાલકને બહાર કઢાયો હતો. આ રેસ્ક્યુ દરમિયાન ટ્રક ચાલક માતે દર્દ અશહ્ય બનતા તેણે ત્યાં હાજર લોકોને રડતા રડતા એમ કહ્યં કે “મને ચપ્પુથી ગળું કાપી મારી નાખો મારાથી હવે દર્દ સહન નથી થતું,મારે બહાર નથી નીકળવું”.જોકે ઘટના સ્થળે એકત્રીત લોકોએ તેને હિંમત આપી હતી અને અંતે ફસાયેલા ટ્રક ચાલકને બહાર કાઢવામાં સફળતા મળતા તેને તત્કાલ સારવાર અર્થે  રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

 

LEAVE A REPLY