Connect Gujarat

રાજયમાં દાવાનળની જેમ ફેલાઈ રહ્યો છે કોરોના, એક દિવસમાં આઠ નવા દર્દી સામે આવ્યા

રાજયમાં દાવાનળની જેમ ફેલાઈ રહ્યો છે કોરોના, એક દિવસમાં આઠ નવા દર્દી સામે આવ્યા
X

રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે સવારે અમદાવાદમાં વધુ ત્રણ કેસ સામે આવતા રાજ્યમાં કોરોનાના કુલ 58 દર્દીઓ થયા હતા. જો કે બપોર બાદ અમદાવાદ-1, સુરત-1 રાજકોટ ગ્રામ્યમાં 1, ગીર સોમનાથ- 1 અને પોરબંદર-1 મળીને 5 નવા કેસ મળી દિવસમાં 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં કોરોનાના 63 દર્દી થયા છે. જેમાંથી પાંચના મોત થઈ ગયા છે. જ્યારે બે દર્દી હાલ વેન્ટીલેટર પર છે.

તેમજ અમદાવાદની એક વ્યક્તિ સ્વસ્થ થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં આજે 4 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

Next Story
Share it