Connect Gujarat
ગુજરાત

રાજયમાં બિન સચિવાલય ભરતી પરીક્ષામાં ગેરરીતીની તપાસ માટે સીટની રચના

રાજયમાં બિન સચિવાલય ભરતી પરીક્ષામાં ગેરરીતીની તપાસ માટે સીટની રચના
X

સામાન્ય વહિવટ વિભાગના અગ્ર સચિવ કમલ દાયાણીને બનાવાયા અધ્યક્ષ

ત્રણ અધિકારીઓનો સભ્ય તરીકે કરાયો સમાવેશ, 10 દિવસમાં આપશે રીપોર્ટ

રાજયમાં બિન

સચિવાલય ભરતની પરીક્ષામાં ગેરરીતીઓના આક્ષેપો અને ત્યારબાદ પરીક્ષાર્થીઓના

ગાંધીનગરમાં આંદોલનના કારણે સરકારે આખરે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ ( એસઆઇટી)ની

રચના કરવામાં આવી છે. સામાન્ય વહિવટ વિભાગના અગ્ર સચિવ કમલ દાયાણીને અધ્યક્ષ

બનાવાયાં છે. જયારે ત્રણ અધિકારીઓનો સભ્ય તરીકે સમાવેશ કરાયો છે.

જેમાં આઇપીએસ મનોજ

શશીધરન અને મયંકસિંહ ચાવડા તથા સામાન્ય વહીવટ વિભાગના અધિક સચિવ જવલંત ત્રિવેદીનો

સમાવેશ કરાયો છે. રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વધુ માહિતી આપતા જણાવ્યું

હતું કે, બિન સચિવાલયની ભરતી

પરીક્ષામાં ગેરરીતીની તપાસ 10

દિવસમાં પુરી કરવામાં આવશે અને ત્યાં સુધી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે

નહિ.

તપાસમાં સામાન્ય

વહીવટી વિભાગની સાથે એફએસએલની પણ મદદ લઇ શકાશે. વધુમાં એસઆઇટીના અધ્યક્ષ અને સભ્યો

શુક્રવારના રોજ પરીક્ષાર્થીઓના પ્રતિનિધિઓ યુવરાજસિંહ જાડેજા, હાર્દિક પ્રજાપતિ, યુવરાજસિંહ ગોહિલ અને ભાવસિંહ સરવૈયા સહિતના

આગેવાનોને મળી તેમની રજૂઆત સાંભળશે.

Next Story
Share it