Connect Gujarat
Featured

રાજયસભાની ખાલી પડનારી 55 બેઠકો માટે 26મી માર્ચના રોજ ચુંટણી યોજાશે

રાજયસભાની ખાલી પડનારી 55 બેઠકો માટે 26મી માર્ચના રોજ ચુંટણી યોજાશે
X

રાજયસભામાંથી એપ્રિલ મહીનામાં 55 સભ્યો નિવૃત થઇ રહયાં હોવાથી ચુંટણીપંચે ચુંટણીની તારીખની જાહેરાત કરી છે. રાજ્યસભામાં 17 રાજ્યોની 55 બેઠકોનો એપ્રિલમાં કાર્યકાળ પુરો થઈ રહ્યો છે. જે રાજયોમાં રાજયસભાની ચુંટણી યોજવાની છે તેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ઓરીસ્સા, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, આસામ, બિહાર, છત્તીસગઢ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, મધ્યપ્રદેશ, મણીપુર, રાજસ્થાન અને મેઘાલયનો સમાવેશ થવા જાય છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 7 બેઠકો ખાલી પડી રહી છે.

ગુજરાતમાં રાજયસભાની ચાર બેઠકો ખાલી થઇ જવા જઇ રહી છે. ચાર બેઠકો પર હાલ ત્રણ ભાજપના અને એક કોંગ્રેસના સાંસદ છે. ગુજરાતમાં વિધાનસભાની થયેલી પેટાચુંટણી બાદ કોંગ્રેસની સંખ્યા વધતાં રાજયસભામાં ગુજરાતમાંથી કોંગ્રેસના ફાળે બે બેઠક જાય તેમ છે. કોંગ્રેસમાં ચાલી રહેલાં આંતરિક વિખવાદને જોતાં ભાજપ ગુજરાતમાંથી ત્રણ ઉમેદવારો ઉભા રાખે તેવી શકયતાઓ નકારી શકાય તેમ નથી.

Next Story