Top
Connect Gujarat

રાજયસભામાં ખાલી પડેલી બેઠકો માટે 5 જુલાઇએ થશે ચૂંટણી

રાજયસભામાં ખાલી પડેલી બેઠકો માટે 5 જુલાઇએ થશે ચૂંટણી
X

ગુજરાતમાં અમિત શાહ અને સ્મૃતિ ઈરાની રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકની ચૂંટણી ૫મી જુલાઇના રોજ યોજાવાની જાહેરાત આજે ચૂંટણીપંચે કરી છે. જેમાં ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો માટેની ચૂંટણી અંગેના ઉમેદવારી પત્રો ૨૫મી જૂન સુધીમાં ભરાશે જ્યારે 5 જુલાઈના રોજ સવારે 9 થી 4 વાગ્યા સુધી મતદાન થશે. ત્યારબાદ 5 જુલાઇના રોજ સાંજે પાંચ વાગ્યાથી મતગણતરી શરૂ થશે.

ગુજરાત વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યનો સંખ્યાબળ જોતા ભાજપને માત્ર એક જ બેઠક મળી શકે તેમ છે જ્યારે એક બેઠક કોંગ્રેસને ફાળે જશે બીજી બાજુ ખાલી પડનારી આ બંને બેઠકો કોઈ પણ ભોગે ભાજપને મળે તે માટે તમામ તાકાત લગાવી રહ્યા છે એટલું નહીં કોંગ્રેસના વધુ ૮ થી ૧૦ ધારાસભ્યોને તોડવા માટેની પણ તૈયારી શરૂ થઈ ગઈ છે આ ચૂંટણી ખૂબ જ રસપ્રદ સાબિત થશે.

Next Story
Share it