રાજસ્થાન ભાજપમાં ઘમાસાણ, RLP સાથે ગઠબંધન સમાપ્ત કરવાની વસુંધરા રાજેની સલાહ!

0

રાજસ્થાનના રાજકારણમાં કોંગ્રેસ બાદ ભાજપની છાવણીમાં હંગામો છે. ભાજપના નેતાઓનો આક્ષેપ છે કે હવે કોંગ્રેસ તેમના ધારાસભ્યોને લાલચ આપીને હોર્સ ટ્રેડિંગ કરી રહી છે. તે જ સમયે, ભાજપના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્ય પ્રધાન તરીકે, વસુંધરા રાજેએ પોતાનું મૌન તોડ્યું છે ત્યારથી રાજકારણમાં ઘમસાણ શરૂ થઈ ગયું છે.

રાજસ્થાનમાં વિધાનસભાના 14 ઓગષ્ટના રોજ મળનારા વિશેષ સત્ર પહેલા ભાજપની આંતરિક ખેંચતાણ ખૂલીને સામે આવી છે. હાલ ભાજપના 75 અને આરએલપીના 3 ધારાસભ્યો સાથે ભાજપ 78 સભ્યોનું સંખ્યાબળ ધરાવે છે. જોધપુરના સાંસદ અને કેન્દ્રિય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે વચ્ચે ચાલતું શીતયુદ્ધ હવે સપાટી પર આવી ગયું છે.

વસુંધરા રાજે છેલ્લા ત્રણ દિવસમાં જેપી નડ્ડા અને રાજનાથ સિંહને મળી હતી. લાગે છે કે વસુંધરા રાજે મોટો નિર્ણય લેવાના મૂડમાં છે. આ નિર્ણયમાં ભાજપ આરએલપી સાથેનું ગઠબંધન તોડી શકે છે જેની ટૂંક સમયમાં જાહેરાત પણ કરવામાં આવી શકે છે. રાજસ્થાનની રાજનીતિ સચિન પાઇલટ અને કોંગ્રેસના ધારાસભ્યોની બગાવત બાદ ચરસીમાએ છે. આગામી 14 ઓગષ્ટના રોજ સરકારનું બહુમત પરીક્ષણ કરવામાં આવશે. પરીક્ષણ પહેલા બંને રાજકીય પાર્ટીઓ જોડતોડમાં લાગી હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. અને એના ઉપર થી પણ સમજી શકાય છે કે, ભાજપે પોતાના 15થી વધારે ધારાસભ્યોને ગુજરાત મોકલી દીધા છે. જો કે બંને પાર્ટીઓ દ્વારા સરકાર બચવાના અને ઉઠલી જવાના દાવા કરાઇ રહ્યા છે. ભાજપ નેતાઓના કોંગ્રેસની સરકાર 14 તારીખના પડી ભાંગશે તેવા નિવેદનો આવી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા સરકાર સુરક્ષિત અને મજબૂત હોવાની વાત કરાઇ રહી છે. જો કે અલગ દાવાઓ વચ્ચે કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો તેમજ સચિન પાયલોટની શાખ દાવ પર છે. બધુ જ હારીને જીત પર નીકળેલા ખિલાડી જેવી પરિસ્થિતીના વમળમાં ફસાયા છે. હવે તો 14 તારીખના રોજ ફ્લોર ટેસ્ટમાં બહુમતી જ સાબિત કરશે કે રાજસ્થાનનો રાજા કોણ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here