રાજેશ ગોહિલની હત્યા અંગે યોગ્ય દિશામાં તપાસ કરવા ધરણા કાર્યક્રમ યોજાયો

New Update
રાજેશ ગોહિલની હત્યા અંગે યોગ્ય દિશામાં તપાસ કરવા ધરણા કાર્યક્રમ યોજાયો

ભારતીય જનતા પાર્ટીના કાર્યકર એવા રાજેશ ગોહિલની હત્યા અંગે જાત જાતની શંકા સેવાઇ રહી છે. ત્યારે આ બનાવ હત્યાનો છે કે અન્ય કારણે મોત નિપજ્યુ છે તે અંગે તપાસ કરવા રાજેશ ગોહિલના પરિવાર જનો દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ હતુ.

પરંતુ તેમ છતા પોલીસ તંત્ર દ્વારા કરાતી કામગીરી અંગે પરિવાર જનોને સંતોષ ન થતા સ્વર્ગીય રાજેશ ગોહિલના ભાઇ વસંત ગોહિલ અને તેમના શુભેચ્છકોએ ધરણા કરવાનું આયોજન કર્યુ હતુ. પરંતુ પરવાનગી ન મળતા તેમના નિવાસ સ્થાને ધરણા કરી પોલીસ તંત્ર વિરુધ્ધ રોષ જાહેર કર્યો હતો આ બનાવ અંગે નિષ્પક તપાસ થાય તે અંગે માંગ થઇ રહી છે

Latest Stories