Connect Gujarat
ગુજરાત

રાજ્યનાં આ કેબિનેટ મંત્રીને ન આવડ્યા યોગ, જોઈને આવશે હસવુ

રાજ્યનાં આ કેબિનેટ મંત્રીને ન આવડ્યા યોગ, જોઈને આવશે હસવુ
X

મુખ્યમંત્રીનાં હોમ ટાઉન રાજકોટમાં યોજાયેલા યોગ દિવસમાં હાજર મંત્રી જયેશ રાદડિયા

21 જુન એટલે વિશ્વ યોગ દિવસ. આજે ભારત સહિત વિશ્વ ભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામા આવી હતી. આ સાથે જ ગુજરાતના દરેક શહેર તેમજ ગામડામાં વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામા આવી હતી.

ગુજરાતનાં મુખ્યપ્રધાનના વતન એવા રાજકોટમાં પણ વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા પણ હાજર રહ્યા હતા. ત્યારે કનેકટ ગુજરાતના કેમેરામાં જે દ્રશ્યો કેદ થયા હતા તે ખરેખર હાસ્યસપ્દ હતા.

જેમના શીરે સમગ્ર રાજ્યના નાગરીકોની અન્ન અને પુરવઠાની જવાબદારી છે તેવા કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાને યોગા કરતા ન આવડતું હોવાનું ખુલ્યુ હતું. યોગાના પ્રકાર જેમ કે પાદહસ્તાસન, ભુજંગાસન, તાડાસન જેવા યોગના પ્રકારો ન કરતા આવડતું હોવાનું સામે આવ્યું હતુ. સાથો ​સાથ એવા દર્શયો પણ કેદ થયા હતા જેમા જયેશ રાદડિયા યોગ કરવાને બદલે આરામથી સુતા સુતા હસતા હોય. જેના પગલે પોતે જ હાસ્યાસ્પદ બની ગયા હતા.

Next Story