Top
Connect Gujarat

રાજ્યનાં ૪ શહેરોમાં રાહુલ ગાંધી રોડ શો કરશે

રાજ્યનાં ૪ શહેરોમાં રાહુલ ગાંધી રોડ શો કરશે
X

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી બે માસના ફ્લેગશીપ કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે. ૨૨ મીએ રાહુલ ગાંધી સૌરાષ્ટ્રના દ્રારકાથી યાત્રા શરુ કરશે. રાહુલની ઝોન યાત્રાનો બીજો તબક્કો ૩જી ઓક્ટોબરથી શરુ થશે. યાત્રા બાદ રાહુલ ગુજરતના મોટા શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રોડ શો કરશે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ આગામી દિવસોમાં ખેડૂતોના પ્રશ્નો , શિક્ષિત બેરોજગારોના પ્રશ્નો, જીએસટી, કન્યા કેળવણી સહિતના મુદ્દે વિવિધ કાર્યક્રમો આપશે, ગુજરાત વિધાનસભાની તમામ ૧૮૨ બેઠકો પર ૩ - ૩ પબ્લિક મીટીંગનુ આયોજન કરાશે, જેમાં સ્થાનિક અને રાષ્ટ્રીય નેતાઓ પણ ઉપસ્થિત રહેશે.

Next Story
Share it