Connect Gujarat

રાજ્યભરમાં આજથી બોર્ડની પરીક્ષાનો થયો પ્રારંભ, વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પાઠવાઈ શુભેચ્છા

રાજ્યભરમાં આજથી બોર્ડની પરીક્ષાનો થયો પ્રારંભ, વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પાઠવાઈ શુભેચ્છા
X

ગુજરાત રાજ્યમાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે પરીક્ષાના પ્રથમ દિવસે શાંતિપૂર્ણ માહોલમાં તમામ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર

માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ સાયન્સ અને ૧૨ કોમર્સની જાહેર પરીક્ષાનો આજથી પ્રારંભ થઈ ગયો છે, ત્યારે રાજ્ય સ્તરની આ જાહેર પરીક્ષા એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં તટસ્થ અને નિષ્પક્ષ રીતે યોજાય તે માટે તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી

દેવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ની

બોર્ડની પરીક્ષામાં કુલ ૪૧૦૮૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપનાર છે, ત્યારે

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી નારાયણ વિધ્યાવિહાર શાળા ખાતે જિલ્લા કલેક્ટર

એમ.ડી.મોડીયાએ બોર્ડની પરીક્ષા આપવા માટે આવેલા તમામ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક

કરી, ગુલાબનું ફૂલ અને ચોકલેટ આપી શુભેચ્છા પાઠવી હતી.

તો, સુરત જીલ્લામાં પણ બોર્ડની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર

પહોચી ગયા હતા, જ્યાં તેઓનું

તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા

જીલ્લા શિક્ષણ અધિકારી પણ હાજર રહ્યા હતા. સુરત જીલ્લામાં કુલ ૧.૫૬ લાખ જેટલા વિદ્યાર્થીઓ

પરીક્ષા આપવાના છે, ત્યારે તંત્ર

દ્વારા ચાપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. પરીક્ષા 11 ઝોનમાં 87 પરીક્ષા કેન્દ્રોના 516 બિલ્ડિંગના 5637 બ્લોકમાં લેવાશે.

કચ્છ જિલ્લામાં

બોર્ડ પરીક્ષાના આરંભે જિલ્લામાં કુલ 48 હજારથી વધુ છાત્રો

બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે, ત્યારે ભુજની ઇન્દ્રાબાઈ હાઈસ્કૂલ ખાતે DEO સહિતના અધિકારીઓએ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી આવકાર સાથે શુભેચ્છા પાઠવી હતી. જેમાં 50 કેન્દ્રોમાં કુલ 1604 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં

આવી છે.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત

તાલુકામાં ધોરણ 10 અને 12ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર

માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી પરીક્ષાનો પ્રારંભે પરિક્ષાર્થીઓને કુમકુમ તિલકની

સાથે મોઢું મીઠું કરાવીને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી, ત્યારે બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે જ પેપર સહેલું પૂછાતા વિદ્યાર્થીઓના

ચહેરાઓ ઉપર સ્મિત જોવાં મળ્યું હતું.

Next Story
Share it