Top
Connect Gujarat

રાજ્યસભાનાં સાંસદ અને દિર્ઘ દ્રષ્ટા અહમદ પટેલનાં 69માં જન્મ દિવસે શુભેચ્છાઓનો મેઘ વરસ્યો

રાજ્યસભાનાં સાંસદ અને દિર્ઘ દ્રષ્ટા અહમદ પટેલનાં 69માં જન્મ દિવસે શુભેચ્છાઓનો મેઘ વરસ્યો
X

ગુજરાતનું રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કરતા સાંસદ અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના સચિવ અને લોકલાડીલા નેતા અહમદ પટેલનું વ્યક્તિત્વ સરળ અને સાદગી ભર્યુ છે, પરંતુ તેઓએ પ્રજાહિતના પ્રશ્નોનો ને સદા અગ્રીમતા આપી છે.

ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર તાલુકાનાં પીરામણ ગામ ખાતે ખેડૂત પિતા મહંમદ પટેલ અને માતા હવાબેનનાં ત્યાં 21મી ઓગષ્ટ 1949માં અહમદ પટેલનો જન્મ થયો હતો.

શાંત,સૌમ્ય સ્વભાવ પણ પ્રજાહિત માટે તત્પર રહેતા અહમદ પટેલનાં 69માં જન્મદિન પ્રસંગે ઠેર ઠેર થી દીર્ઘાયુની પ્રાર્થના સાથે અભિનંદનો વરસાદ વરસી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં પણ અહમદ પટેલે પોતાની રાજકીય કોઠા સુજથી વિરોધીઓનાં વહેતા પાણીને અટકાવી પોતાનાં વિજયનાં રથને આગળ ધપાવ્યો હતો.અને પોતે આ જીતનો શ્રેય ન લઈને તેઓ માટે એક જૂથ રહીને મતદાન કરનાર ધારાસભ્યોને વિજયની ભેટ ધરી દીધી હતી.

દિર્ઘ દ્રષ્ટા અને વિકાસ પુરુષ અહમદ પટેલને કનેક્ટ ગુજરાત ન્યુઝ પોર્ટલ દ્વારા પણ જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છા પાઠવવામાં આવે છે.

Next Story
Share it