Top
Connect Gujarat

રાજ્યસભાની ચૂંટણીમાં શાહ અને સ્મૃતિ ઈરાનીનો 46-46 મતથી વિજય

રાજ્યસભાની ચૂંટણીમાં શાહ અને સ્મૃતિ ઈરાનીનો 46-46 મતથી વિજય
X

રાજ્યસભાની ત્રણ બેઠકો માટેની ચૂંટણીમાં ભાજપનાં અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની જીત થઇ હતી, જ્યારે બે મત રદ થતા બળવંતસિંહ રાજપૂતનો અહમદ પટેલ સામે પરાજય થયો હતો.

રાજ્યસભાની ચૂંટણીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ મધ્યરાત્રીએ પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, અને સ્મૃતિ ઈરાનીને 46-46 મત મળતા બંનેનો વિજય થયો હતો, જ્યારે કોંગ્રેસના અહમદ પટેલ સામે ઉમેદવારી નોંધાવનાર બળવંતસિંહ રાજપૂતને 38 મત મળતા તેઓએ પરાજયનો સામનો કરવો પડયો હતો.

કોંગ્રેસના દિગ્ગ્જ અહમદ પટેલને 44 મત મળતા વિજય સાથે તેઓએ પોતાનું રાજ્યસભાનું સ્થાન જાળવી રાખ્યુ હતુ.

Next Story
Share it