Top
Connect Gujarat

રાજ્યસભામાં અહમદ પટેલનાં વિજય થી ભરૂચમાં ઉત્સવમય માહોલ

રાજ્યસભામાં અહમદ પટેલનાં વિજય થી ભરૂચમાં ઉત્સવમય માહોલ
X

રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગ્જ નેતા અહમદ પટેલના વિજય થી મધ્યરાત્રિ બાદ તેઓના માદરે વતન ભરૂચ જિલ્લામાં ઉત્સવમય માહોલ બની ગયો હતો. અને કોંગ્રેસનાં કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.અહમદ રાજ્યસભાની રસાકસી ભરી ચૂંટણી જંગમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને વરિષ્ઠ નેતા અહમદ પટેલનો 44 મતે ભવ્ય વિજય થતાં તેઓના માદરે વતન ભરૂચ જિલ્લામાં ઉત્સવમય માહોલ જોવા મળ્યો હતો.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાલા સહિતના કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને આ જીતને વધાવી લીધી હતી. અને મીઠાઈ વહેંચીને અહમદ પટેલની જીતને વધાવી લીધી હતી.

જ્યારે અંકલેશ્વરનાં પીરામણ ગામનાં રહીશો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા મધ્યરાત્રિ બાદ રાજ્યસભાનું પરિણામ જાહેર થતાંની સાથે જ ફટાકડા ફોડીને મીઠાઈ વહેંચી અહમદ પટેલની જીતની ખુશીની ઉજવણી કરી હતી.ભાજપનાં કાવાદાવા બાદ પણ કોંગ્રેસના અહમદ પટેલનો વિજય થતાં સ્થાનિક રહીશોએ આ જીતને સત્યની જીત ગણાવી હતી. અને કોંગ્રેસ જિંદાબાદનાં નારા લગાવીને અહમદ પટેલને શુભેચ્છા પાઠવી હતી.

Next Story
Share it