Top
Connect Gujarat

રાજ્ય માંથી 2 લાખ જેટલા બોગસ પાનકાર્ડ ઝડપાયા

રાજ્ય માંથી 2 લાખ જેટલા બોગસ પાનકાર્ડ ઝડપાયા
X

આયકર વિભાગ દ્વારા ગુજરાત માંથી 2 લાખ જેટલા બોગસ પાનકાર્ડ શોધી કાઢવામાં આવ્યા છે. અને હવે આ કાર્ડને ડિએક્ટિવેટ કરવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

આયકર વિભાગ દ્વારા બોગસ પાનકાર્ડ શોધવાની કવાયત એક વર્ષ અગાઉથી શરુ કરવામાં આવી હતી. વર્ષ દરમિયાન દેશભર માંથી 11,44,211 જેટલા બોગસ પાનકાર્ડ મળી આવ્યા હતા. લોકો વધુ પાનકાર્ડ બનાવીને જુદાજુદા બેંક ખાતા ખોલાવી તેમાં કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શન કરતા હોવાનું પણ આયકર વિભાગની તપાસમાં બહાર આવ્યુ હતુ.

આયકર વિભાગે માત્ર ગુજરાત માંથી જ 2 લાખ જેટલા બોગસ પાનકાર્ડ શોધી કાઢયા છે, અને હવે આવા પાનકાર્ડને ડિએક્ટિવ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવા પાનકાર્ડ થી બેંકમાં ખાતુ કે આઇટી રિટર્ન પણ ભરી શકાશે નહિ તેમ આયકર વિભાગના અધિકારીઓએ જણાવ્યુ હતુ.

વધુમાં પાનકાર્ડને આધાર સાથે લિંક કરવાનું ફરજીયાત બનતા બોગસ પાનકાર્ડની વિગતો બહાર આવી હતી.

Next Story
Share it