Connect Gujarat
ગુજરાત

રાજ્ય સરકાર આવી હરકતમાં : બળાત્કારીઓને ફાંસીની સજાની કરશે માંગ

રાજ્ય સરકાર આવી હરકતમાં : બળાત્કારીઓને ફાંસીની સજાની કરશે માંગ
X

રાજકોટ, વડોદરા અને સુરતમાં બનેલી દુષ્કર્મની ઘટનાઓ બાદ ગૃહ મંત્રાલય સફાળુ જાગ્યું છે. આ મામલે આજે ગૃહ રાજ્યમંત્રીએ પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે,સરકાર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા કટિબદ્ધ છે. રાજ્ય સરકાર બળાત્કારીને ફાંસી સજાની માગ કરશે. તેમજ પીડિતાઓને ન્યાય અપાવવા માટે સરકાર સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂંક કરશે. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે પીડિતાઓને આર્થિક સહાય કરવામાં આવશે અને અવાવરુ સ્થળે પેટ્રોલિંગ વધારવામાં આવશે. ગુજરાતની એક પણ દિકરી સાથે આવી ઘટના ન બને તે માટે તમામ એસપી સહિતનાં ઉચ્ચ અધિકારીઓને સુચના આપવામાં આવી છે. 181 અભયમ ટીમને પણ સાવચેત કરવામાં આવી છે.

ઘટનાની સંવેદનશીલતાને ધ્યાને લઇને

આ તમામ કેસો ફાસ્ટ ટ્રેક મોડ ઉપર ચલાવવા માટે ગુજરાત હાઇકોર્ટને રાજ્ય સરકાર

દ્વારા વિનંતિ પણ કરવામાં આવશે અને પેરવી ઓફિસરની સેવાઓ પણ લેવાશે. આ ત્રણેય

ઘટનાઓમાં બાળકીઓ સગીર હોવાથી પોક્સો એક્ટ અને આઇ.પી.સી.ની વિવિધ કલમો હેઠળ ગુનો

નોંધવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં 90 સ્થળોની હોટ સ્પોટ તરીકે પસંદગી

કરીને ત્યાં સી.સી.ટી.વી. કેમેરા લગાવાશે, આશરે 100 જેટલા અદ્યતન સુવિધા સાથેના વાહનો, મહિલાઓ અને સિનિયર સિટીઝન આધારિત

બસ સ્ટોપ, મોબાઇલ એપ, મહિલા સાઇબર યુનિટ તેમજ, સાબરમતી રીવરફ્રન્ટ ખાતે નવી

અધ્યત્તન પોલીસ ચોકીઓનું નિર્માણ કરાશે, મહિલાઓની સુરક્ષાને કેન્દ્ર

સ્થાને રાખી અલાયદો એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવશે.

Next Story