Top
Connect Gujarat

રાણા દુગ્ગુબાતીએ ઈન્ટરનેશલ ફિલ્મ સાઈન કરી

રાણા દુગ્ગુબાતીએ ઈન્ટરનેશલ ફિલ્મ સાઈન કરી
X

બાહુબલીની સફળતા બાદ ફિલ્મમાં ભલ્લાલદેવ કિરદાર નિભાવનાર અભિનેતા રાણા દુગ્ગુબાતીની ડિમાન્ડ ખુબ જ વધી ગઈ છે. એક તરફ પોતાની આગામી ફિલ્મ નેને રાજુ નેને મંત્રીની તૈયારીમાં વ્યસ્ત છે. તો બીજી તરફ તેણે પોતાનો પહેલો ઈન્ટરનેશલ પ્રોજેક્ટ સાઈન કર્યો છે.

રાણાએ સોશિયલ વેબસાઈટ પર પોતે આ જાહેરાત કરતા જણાવ્યુ હતુ કે યુકેના સ્ટુડિયો ધ લંડન ડિજિટલ મુવી એન્ડ ટીવી સ્ટુડિયોઝનો એશિયન એમ્બેસેડર મને બનાવાયો છે. અને તેમની સાથે મેં એક ફિલ્મ સાઈન કરી છે. ફિલ્મનું શૂટિંગ વર્ષ 2018માં શરૂ થશે. આ ઉપરાંત રાણા તેલુગુ શો યારી નંબર વનને હોસ્ટ કરવાનો છે.

Next Story
Share it