Top
Connect Gujarat

રામ ગોપાલ વર્મા ની ફિલ્મ ‘વિરપ્પન’ 27 મેં એ રીલીઝ થશે

રામ ગોપાલ વર્મા ની ફિલ્મ ‘વિરપ્પન’ 27 મેં એ રીલીઝ થશે
X

રામ ગોપાલ વર્માની આગામી ફિલ્મ ‘વિરપ્પન’નું ટ્રેલર લોન્ચ થઇ ગયું છે. આ ફિલ્મમાં વિરપ્પનની ભૂમિકા સંદીપ ભારદ્વાજ ભજવી રહ્યા છે. ઘણાં લાંબા સમય પછી ફિલ્મ અભિનેત્રી લિઝા રે આ ફિલ્મમાં જોવા મળી છે. જ્યારે જંગલોમાં ડાકુઓનું રાજ હતું ત્યારે કેવી પરિસ્થિતી હતી તેનું વર્ણન આ ફિલ્મમાં કરવામાં આવ્યું છે.

તે સિવાય વિરપ્પને તે સમયે 97 પોલીસકર્મીઓ, 184 નાગરિકો અને 900 હાથીઓની હત્યા કરી હતી તેની પણ વાત કરવામાં આવી છે. વિરપ્પનને પકડવામાં 20 વર્ષ લાગ્યા હતા અને તેને પકડવા પાછળ 734 કરોડ રૂપિયા ખર્ચ થઇ ગયા હતા.

63B_sgdcvgduvcgdc

ગાઢ જંગલોમાં વિરપ્પને આચરેલા ગુનાઓનો ચિતાર આપતી રામ ગોપાલની આ મહત્વકાંક્ષી ફિલ્મ 27 મેના રોજ રિલીઝ થશે.

Next Story
Share it