Top
Connect Gujarat

રાહુલ ગાંધીની કાર પર થયેલા હુમલાના પડઘા લોકસભામાં પડયા

રાહુલ ગાંધીની કાર પર થયેલા હુમલાના પડઘા લોકસભામાં પડયા
X

ગુજરાતના બનાસકાંઠાની મુલાકાત દરમિયાન કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કાર પર થયેલા હુમલાનાં પડઘા લોકસભામાં પડયા હતા. કોંગ્રેસ સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ કાર્યકર્તા આતંકી બનીને રાહુલનો જીવ લેવા માંગતા હોવાના આક્ષેપો કર્યા હતા.

બનાસકાંઠામાં પૂર અસર ગ્રસ્તોની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીની કાર પર થયેલા પથ્થર મારાની ઘટના અંગે લોકસભામાં કોંગ્રેસના સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યુ હતુ કે ભાજપનાં કાર્યકર્તા આતંકી બનીને રાહુલ ગાંધીનો જીવ લેવા માંગે છે.

જેના જવાબમાં ગૃહ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યુ હતુ કે ગુજરાત સરકાર ઘટનાની તપાસ કરી રહી છે, અને પોલીસ દ્વારા એકની ધરપકડ પણ કરવામાં આવી છે. અને રાહુલ ગાંધીએ સિક્યુરિટી સંબંધિત સુચનાનું પાલન કર્યુ નહોતુ.

Next Story
Share it