Top
Connect Gujarat

રાહુલ ગાંધી ત્રિદિવસીય ગુજરાતની મુલાકાતે

રાહુલ ગાંધી ત્રિદિવસીય ગુજરાતની મુલાકાતે
X

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ફરી ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે આવી રહ્યાં છે. અમદાવાદમાં રિવરફ્રન્ટ પર જનસંવાદ કાર્યક્રમ બાદ તેમની આ સતત બીજી મુલાકાત છે.

રાહુલ ગાંધી સોમવારના રોજ 10.30 વાગે દ્વારકા આવી પહોંચશે ત્યાર બાદ દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા પહોંચશે. ત્યાંથી સૌરાષ્ટ્રમાં રોડ શોનો પ્રારંભ કરશે. રાહુલ ગાંધી માટે સોફા-બેડની સુવિધાથી સજજ એક લકઝરી બસ બનાવાઇ છે.

દ્વારકાથી રાહુલ ગાંધીનો કાફલો મોડી સાંજ સુધીમાં જામનગર પહોંચશે. પ્રથમ દિવસે રાહુલ ગાંધી જામનગર સર્કિટ હાઇસમાં રોકાણ કરશે. બીજા દિવસે સવારે 9.00 વાગે રોડ શો શરૃ થશે. રસ્તામાં નાના ગામોમાં રાહુલ ગાંધી ગ્રામજનો સાથે 15 મિનીટ સુધી વાતચીત કરશે. 10 થી 15 ગામોમાં રાહુલ ગાંધીનુ સ્વાગત કરવામાં આવશે. ગામચોપાલમાં રાહુલ ગ્રામજનો સાથે વાતચીત કરીને તેમના પ્રશ્નો જાણશે. નાના વેપારીઓ સાથે પણ વાત કરીને જીએસટીથી થતી પરેશાની જાણવા પ્રયાસ કરશે.

રાહુલ ગાંધી રાજકોટમાં બીજી રાત્રીએ રોકાણ કરશે. ત્રીજા દિવસે રાહુલ ગાંધી રાજકોટથી કાગવડ પહોંચશે. જયાં મંદિરે દર્શન કરીને સીધા જ જેતપુર જશે. જેતપુરમાં રાહુલ ગાંધી એક જાહેરસભાને સંબોધિત કરશે. આમ, કોંગ્રેસ ઉપાધ્યક્ષ ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રને ઘમરોળશે.

Next Story
Share it