રાહુલ ગાંધી મહેસાણામાં જનસભાને કરશે સંબોધિત

કોંગ્રેસ રાષ્ટ્રીય ઉપપ્રમુખ રાહુલ ગાંધી તારીખ 21મીના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, નોટ બંધીબાદ તેઓની જાહેરસભા મહેસાણા ખાતે પ્રથમ વખત યોજાનાર છે.
ગુજરાત રાજ્ય વિધાન સભાની ચૂંટણી આગામી વર્ષ 2017માં યોજાનાર છે ત્યારે બે મજબુત હરીફ રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભાજપ દ્વારા પોતાના પક્ષ માટે લોકોમાં વિશ્વાસ સંપાદન કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની મુલાકાતો બાદ અને નોટબંધીની અસર બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપપ્રમુખ રાહુલ ગાંધી તારીખ 21મી ના રોજ બુધવારે મહેસાણા ખાતે બપોરના સમયે જાહેરસભા ને સંબોધન કરશે.
જોકે તેઓ આ સભામાં કેન્દ્રની મોદી સરકાર, નોટબંધી, દલિત અત્યાચાર તેમજ પાટીદાર આંદોલન સહિતના મુદ્દે જનસભામાં સંબોધન કરશે તેમ જાણવા મળ્યુ છે. વધુમાં રાહુલ ગાંધી પાટીદારોને રીઝવવાના પ્રયાસો પણ કરશે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.
રાહુલ ગાંધી બપોરના 12.34 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવશે, ત્યાંથી તેઓ મહેસાણા ખાતે જવા રવાના થશે અને 1.30 કલાકની આસપાસ રાહુલ ગાંધી જાહેરસભા ને સંબોધન કરશે અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધી 4 કલાકે અમદાવાદ એપોર્ટ થી દિલ્હી જવા રાવણ થશે.