(કોંગ્રેસ વર્કિંગ કમિટી) CWC માં સભાઑ યોજાશ

કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક (કોંગ્રેસ વર્કિંગ કમિટી) તેમજ જનસંકલ્પ રેલી હવે ૧૨મી માર્ચના દાંડી કૂચના ઐતિહાસિક દિવસે યોજાશે.

૧૨મી માર્ચના દિવસે અડાલજ ત્રિમંદિર ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, મહામંત્રી પ્રિયંકા ગાંધી, પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી તેમજ પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ જાહેર સભાને સંબોધશે. અગાઉ ૨૮મી માર્ચે આ કાર્યક્રમ નિર્ધારિત કરાયો હતો, જોકે સરહદે સ્થિતિ તંગ બનતાં કાર્યક્રમ મોકૂફ રખાયો હતો.

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે વિધિવત્ ટ્વિટ કરીને ૧૨મી માર્ચના દાંડી કૂચના દિવસે સીડબ્લ્યુસી તેમજ જનસંકલ્પ રેલીના કાર્યક્રમની જાહેરાત કરી છે.

સૂત્રો કહે છે કે, કાર્યકારિણી બેઠક શાહીબાગ સ્થિત સરદાર સ્મારક ખાતે જ યોજવામાં આવશે, જેમાં કોંગ્રેસના પી. ચિદમ્બરમ, મલ્લિકાર્જુન ખડગે, ગુલામનબી આઝાદ સહિત ૫૦થી વધુ રાષ્ટ્રીય નેતાઓ હાજરી આપશે. જનસભા અડાલજ ખાતે જ યોજવાનું મન બનાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here