Connect Gujarat

રીઝર્વ બેંકના આદેશ બાદ યસ બેંક ખાતે નાણા ઉપાડવા માટે ખાતેદારોની લાગી કતાર

રીઝર્વ બેંકના આદેશ બાદ યસ બેંક ખાતે નાણા ઉપાડવા માટે ખાતેદારોની લાગી કતાર
X

બેંકમાંથી માત્ર 50 હજાર રૂપિયા જ ઉપાડી શકાશે

રીઝર્વ બેંક

ઓફ ઇન્ડિયાના આદેશથી યસ બેંકમાંથી માત્ર 50 હજાર રૂપિયા ઉપાડી શકાશે તેવી જાહેરાત

થયા બાદ દેશભરમાં યસ બેંકની શાખાઓ તથા એટીએમ ખાતે નાણા ઉપાડવા માટે ખાતેદારોની

કતારો લાગી ચુકી છે. નોટબંધી બાદ ફરી એક વખત બેંક તથા એટીએમની બહાર લોકોની કતાર

લાગી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહયાં છે.

છેલ્લા ઘણા

સમયથી યસ બેંક વિવાદના વમણમાં સપડાય હતી. ગુરૂવારના રોજ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ યેસ બેન્કના

બોર્ડ ઓફ ડાયરેક્ટર્સને 30 દિવસ માટે સુપરસીડ કરી દીધું છે. કામચલાઉ

ધોરણે આ રીતે બેન્ક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. બેન્કમાંથી ઉપાડ કરવાની લિમિટ

50 હજાર નક્કી

કરવામાં આવી છે. આ કાર્યવાહી બેન્કની નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં

આવી છે. SBIના ભૂતપૂર્વ

ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ ફાયનાન્શિયલ ઓફિસર પ્રશાંત કુમારની

એડમિનીસ્ટ્રેટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

યસ

બેંકમાંથી માત્ર 50 હજાર રૂપિયા

ઉપાડી શકાશે તેવી વાતો વહેતી થયા બાદ વડોદરા, ભરૂચ, સુરત સહિત રાજયના અન્ય સ્થળોએ આવેલી યસ

બેંકની શાખાઓ તથા એટીએમ ખાતે ખાતેદારોની ભીડ જામી હતી. લોકોએ બેંકમાં અટવાયેલા

પોતાના નાણા પરત મેળવવા માટે દોડધામ કરી મુકી હતી. નોટબંધી બાદ ફરી એક વખત બેંક

અને એટીએમની બહાર લોકોની કતાર જોવા મળી હતી.

અત્રે

ઉલ્લેખનીય છે કે, નાણાકીય

ભીડનો સામનો કરી રહેલી યસ બેન્કને જુલાઈ અન. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 629 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. બેન્ક

એક વર્ષથી પણ વધુ સમયથી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. આરબીઆઈએ 2018માં યસ બેન્કના પૂર્વ સીઈઓ અને પ્રમોટર

રાણા કપૂરનો કાર્યકાળ ઘટાડી દીધો હતો. ગત વર્ષે માર્ચમાં કપૂરની જગ્યાએ સીઈઓ બનેલા

રવનીત ગીલ માટે મૂડી એકત્રિત કરવાની પ્રાથમિકતા છે.

Next Story
Share it