Top
Connect Gujarat

રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા બાહોશ પોલીસ અધિકારીઓનું કરાયું સન્માન

રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા બાહોશ પોલીસ અધિકારીઓનું કરાયું સન્માન
X

ભરૂચ રોટરી ક્લબ સહિત 40 જેટલી સંસ્થાઓ દ્વારા વડોદરા રેન્જ આઈજીપી અને જિલ્લા પોલીસ વડાનું સન્માન કરવામાં આવ્યું હતુ.

ભરૂચ શહેરનાં પી ડી શ્રોફ રોટરી હોલ ખાતે તારીખ 8મી સપ્ટેમ્બરની સાંજે રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા વડોદરા રેન્જ આઈજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિક અને ભરૂચ જિલ્લા પોલીસ વડા સંદીપ સિંહનું કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંદર્ભે ઉત્કૃષ્ટ સેવા બદલ શાલ ઓઢાડીને અને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતુ.

ઉલ્લેખનીય છે કે વડોદરા રેન્જ આઇજીપી જી.એસ. મલિકને તાજેતરમાં જ વિશિષ્ટ અને પ્રશંસનીય સેવા બદલ રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક મળ્યો હતો.

રોટરી ક્લબ ઓફ ભરૂચ સાથે 40 જેટલી સંસ્થાઓ અને સમાજનાં અગ્રણીઓ પણ બાહોશ પોલીસ અધિકારીઓનાં સન્માન સમારંભમાં જોડાયા હતા.

આ પ્રસંગે ભરૂચનાં ધારાસભ્ય દુષ્યંત પટેલ, રોટરી ક્લબ ઓફ ભરૂચનાં પ્રમુખ પ્રશાંત રુઇયા, રોટરી ડીસ્ટ્રીકટ 3060 ગવર્નર રુચિર જાની, BTETનાં પ્રમુખ અનિષ પરીખ સહિતનાં અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it