Top
Connect Gujarat

લંડનનાં મ્યૂઝિયમમાં દીપિકા પાદુકોણ વેક્સ સ્ટેચ્યૂ મુકાશે

લંડનનાં મ્યૂઝિયમમાં દીપિકા પાદુકોણ વેક્સ સ્ટેચ્યૂ મુકાશે
X

દીપિકા પાદુકોણનાં ફેંસ માટે ખુશખબર છે. જલદી ‘પદ્માવત’ ફિલ્મની આ અભિનેત્રીનું વેક્સ સ્ટેચ્યૂ લંડનનાં મેડમ તુસાદ મ્યૂઝિયમમાં લગાવવામાં આવશે. આની જાણકારી અભિનેત્રીએ ફેસબૂક લાઇવ દ્વારા આપી હતી.

લંડનનાં મ્યૂઝિયમમાં પોતાનું વેક્સ સ્ટેચ્યુ લગાવવાથી તે ઘણી જ ખુશ છે. દીપિકા પાદુકોણ થોડાક દિવસો પહેલા સ્ટેચ્યૂનું માપ આપવા લંડન ગઇ હતી. આ સ્ટેચ્યૂ આવતા વર્ષે બનીને તૈયાર થઇ જશે. લંડન હાજ દિલ્લીનાં મેડમ તુસાદ મ્યૂઝિયમમાં પણ દીપિકાનું એવું જ સ્ટેચ્યૂ લગાવવામાં આવશે. દીપિકા પહેલા લંડનનાં મેડમ તુસાદ મ્યૂઝિયમમાં અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય, શાહરૂખ ખાન, સલમાન ખાન, ઋતિક રોશન, માધુરી દીક્ષિતનાં સ્ટેચ્યૂ લાગ્યા છે.

દીપિકા પાદુકોણ વિશાલ ભારદ્વાજની આગામી ફિલ્મમાં જોવા મળશે. અત્યારે ઇરફાન ખાનની ખરાબ તબિયતને કારણે ફિલ્મનું શૂટિંગ રોકાયેલું છે. ઉલ્લેખનીય છે કે ઇરફાન ખાન લંડનમાં neuroendocrine ટ્યૂમરની સારવાર કરાવી રહ્યો છે. આ ઉપરાંત દીપિકાએ ભારતની પ્રથમ ફીમેલ સુપરહીરો ફિલ્મ પણ સાઇન કરી છે જેનું શૂટિંગ આવતા વર્ષથી શરૂ થશે.

Next Story
Share it