Top
Connect Gujarat

લાંબા સમય પછી અભિનેતા સૈફ અલી ખાન અને આર માધવન એક જ ફિલ્મમાં જોવા મળશે

લાંબા સમય પછી અભિનેતા સૈફ અલી ખાન અને આર માધવન એક જ ફિલ્મમાં જોવા મળશે
X

બોલિવૂડનાં બે દિગ્ગજ અભિનેતા સૈફ અલી ખાન અને આર માધવન ફરી એકવાર એક જ ફિલ્મમાં સાથે જોવા મળશે. આ જોડી 17 વર્ષ પહેલા ‘રહેના હૈ તેરે દિલમે’ ફિલ્મમાં એક સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી દિયા મિર્ઝા હતી. 90ના દાયકાની આ હીટ ફિલ્મ પછી હવે ફરી સૈફ અને માધવનની જોડી ફિલ્મી પડદે જોવા મળશે.

આ અંગે જાણવા મળ્યા અનુસાર માધવન અને સૈફ અલી આનંદ રાયની ફિલ્મમાં સાથે જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન નવદીપ સિંહ કરશે. આ ફિલ્મ પીરિયડ ફિલ્મ હોવાનું પણ જાણવા મળે છે. સૈફ, માધવન સિવાય આ ફિલ્મમાં દીપક ડોબરિયાલનું નામ પણ ચર્ચાય રહ્યું છે. આ ફિલ્મના શૂટિંગ માટે રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને મુંબઈમાં લોકેશન ફાઇનલ કરવામાં આવ્યા છે.

સૈફ અલી ખાન અને આર માધવનની આ ફિલ્મમાં અભિનેત્રી તરીકે મુક્કાબાઝ ફેમ ઝોયા હુસૈન જોવા મળશે. આ ફિલ્મ માટે માધવન તલવાર બાજી અને ઘોડાની સવારી કરતા શીખશે. ફિલ્મનું શીર્ષક હાલ જાહેર કરવામાં નથી આવ્યુ.

Next Story
Share it