Top
Connect Gujarat

લારા દત્તા ટૂંક સમયમાં નાના પડદે જજ તરીકે જોવા મળશે

લારા દત્તા ટૂંક સમયમાં નાના પડદે જજ તરીકે જોવા મળશે
X

અઢાર વર્ષ પહેલા મિસ યુનિવર્સનો ખિતાબ લારા દત્તાએ બોલીવૂડમાં પણ પોતાની અલગ છાપ છોડી છે. હવે તે નાના પડદે એની કારકિર્દીની નવી ઈનિંગ શરૃ કરવા જઈ રહી છે.

લારા દત્તા ટીવી પર રિયાલિટી શોનાં જજનાં રૃપમાં જોવા મળશે. આ એક ડાન્સ આધારિત શો છે. જેમાં જોડીદાર ડાન્સ કરતા જોવા મળશે. લારા આ શોમાં બ્યુટી અને મિજાજને જજ કરતી જોવા મળશે.

સાત વર્ષ પહેલા લારા દત્તાએ ટેનિસ સ્ટાર મહેશ ભૂપતી સાથે લગ્ન કર્યાં હતા અને એને એક પુત્રી પણ છે. લારાએ કહ્યું કે એને ડાન્સ ખુબજ પસંદ છે. એ એની પુત્રી સાથે પણ ડાન્સના મુવમેન્ટ કરતી હોય છે. લારાની ટુંક સમયમાં 'વેલકમ ટુ ન્યુયોર્ક' રિલિઝ થવાની છે. જેમાં એની સાથે કરણ જોહર અને સોનાક્ષી સિંહા પણ જોવા મળશે.

Next Story
Share it