લોકગાયક કિર્તીદાન ગઢવીના ડાયરામાં જોવા મળી રૂપિયા 2000ની નોટ ની ધનવર્ષા

ગુજરાત ભરમાં યોજાતા લોકડાયરા માં રૂપિયાનો વરસાદ થવો એ સામાન્ય બાબત છે,પોતાના મન ગમતા કલાકારો જ્યારે નિર્દોષ સાહિત્ય,રમૂજ કે લોકગીતની રમઝટ બોલાવે છે ત્યારે કલાકારો પર આફરીન થઇને ચાહકો રૂપિયા ઉડાવતા હોય છે.પરંતુ તાજેતરમાં એક લોકડાયરા માં નવી દુલ્હન સમાન રૂપિયા 2000ની ચલણી નોટ ચર્ચાનો મુદ્દો બની છે.
બન્યુ કંઈક એવુ હતુ કે બનાસકાંઠા જિલ્લા ના વડગામ તાલુકાના મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે લોકગાયક કિર્તીદાન ગઢવી ના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જયારે કિર્તીદાન એ દેશ હે વીર જવાનો કા અલબેલો કા મસ્તાનો કા ગીત ની રમઝટ બોલાવી રહ્યા હતા ત્યારે તેઓના ચાહકો એ તેમની ઉપર નવી દુલ્હન સમાન લાગતી ગુલાબી રંગની રૂપિયા 2000ની ચલણી નોટોની ધનવર્ષા કરી હતી.
આ અવસર નિમિતે કિર્તીદાને પણ ચાલુ ગીતમાં જણાવ્યુ હતુ કે દિલદારી તો જુઓ સાહેબ 2000ની નોટ માટે લોકો આઠ કલાક લાઈનમાં ઉભા રહે છે.આ વિડીયો સોશિયલ મિડીયા માં ખુબજ વાયરલ થતા ભારે ચર્ચા નું કેન્દ્ર બન્યો હતો અને ટીકા ખોરોએ લોકોને બેંક માંથી રૂપિયા મળતા નથી ત્યારે નવી રૂપિયા 2000ની નોટો આવી કયાંથી તેવા સવાલો ઉઠાવ્યા હતા.
જેની સામે લોકગાયક કિર્તીદાને મિડીયા ને જણાવ્યુ હતુ કે ધર્મ ના માધ્યમથી સારી જગ્યા એ પૈસા વાપરવા માં ગુજરાતનું નામ મોખરે છે અને લોકડાયરામાં ચાહકો કલાકરો ઉપર રૂપિયા ઉડાવતા હોય તે કોઈ નવી વાત નથી.