લોકરક્ષક પરીક્ષામાં ST ભાડું માફ મુદ્દે ઉમેદવારોમાં સર્જાઇ મુંઝવણ

New Update
લોકરક્ષક પરીક્ષામાં ST ભાડું માફ મુદ્દે ઉમેદવારોમાં સર્જાઇ મુંઝવણ

લોકરક્ષક ભરતી બોર્ડના છબરડાની બેદરકારીના કારણે પેપર લીક થતાં ઉમેદવારોના કરોડો રૂપિયા પાણીમાં ડૂબી ગયાં પરંતુ હવે એસટી ભાડું કેટલા દિવસ માફ કરવુ તેની જાહેરાતમાં વિભાગો વચ્ચે ખેચતાણ થઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

લોકરક્ષકની પરીક્ષા રદ થતાં નવી પરીક્ષામાં જતાં ઉમેદવારોનું એસટી બસમાં ભાડું વસુલવામાં નહી આવે તેવી સરકારે જાહેરાત કરી હતી. પરંતુ પરીક્ષા સવારની હોવાથી ઉમેદવારોએ આગળના દિવસે આવવુ પડશે. જેથી ત્રણ દિવસ માટે ભાડું માફ કરવામાં આવે ની માગ ઉઠી છે. પરંતુ આ બોજો કોના માથે નાખવો અને કેટલુ નુકશાન ભોગવવુ પડશે તેના તાળા મેળવવાની છેલ્લા કેટલાય દિવસથી માત્ર બેઠકો ચાલી રહી છે.

આ વખતે પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારોએ સવારે ૮ થી ૧૦:૩૦ વાગ્યા સુધીમાં પ્રવેશ મેળવી લેવાનો હોવાથી ઉમેદવારોએ આગળના દિવસે પરીક્ષા સ્થળે પહોચવુ પડશે. જેથી આગળના દિવસે જનારા ઉમેદવારોને નિઃશુલ્ક જવા મળશે કે કેમ તથા પરતમાં આવતી વખતે પણ ભાડું માફ કરાશે કે નહીં ? તેવા પ્રશ્નો ઉમેદવારોમાં ઉઠી રહ્યાં છે. પરંતુ એસટી નીગમ અને ગૃહવિભાગ દ્વારા ભાડા માફી અંગે હજુ સુધી કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. લોકરક્ષક પેપર લીકના લીધે રાજ્યના લાખો ઉમેદવારોમાં ભારે નિરાશા છવાઈ જવા પામી છે.

Latest Stories