Connect Gujarat
ગુજરાત

લ્યો બોલો આવું પણ થાય! દધાલિયા ગામે દબાણની રજૂઆત કરનાર અરજદારને જ નોટિસ 

લ્યો બોલો આવું પણ થાય! દધાલિયા ગામે દબાણની રજૂઆત કરનાર અરજદારને જ નોટિસ 
X

લ્યો બોલો આવું પણ થાય! દધાલિયા ગામે દબાણની રજૂઆત કરનાર અરજદારને જ નોટિસ

મોડાસા તાલુકાના દધાલિયા ગામે ગેરકાયદેસર દબાણનો રાફડો ફાટ્યો છે ત્યારે એક પરિવારે ગેરકાયદેસર દબાણ કરી દીવાલ ચણી દેતા ગામના જાગૃત નાગરીકે આ અંગે તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરી હતી. જે અંગે ટીડીઓએ દબાણ હટાવવા અથવા બાંધકામ કરેલ જગ્યા માલિકીની હોય તો હક્ક આધાર પુરાવા રજુ કરવા દધાલિયા

ગ્રામ પંચાયતને નોટિસ ફટકારી છે. આ સમગ્ર મામલે ગ્રામ પંચાયતે દબાણ અંગે રજુઆત કરનાર જાગૃત નાગરિકને નોટિસ ફટકારી અરજદારે ઘર આગળ કરેલ બાંધકામ અને દરવાજા અંગે નોટિસ ફટકારતા દધાલિયા ગ્રામ પંચાયતની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થ ઉભા થયા છે.

દધાલિયા ગ્રામ પંચાયતમાં ૬ જૂન ના રોજ ગામના જાગૃત નાગરિક મંગળદાસ કાળીદાસ પરમારના ગામમાં એક પરિવારે દબાણ કરતા વારંવાર રજૂઆતના પગલે મિટિંગ બોલાવવામાં આવી હતી. આ અંગે ગ્રામ પંચાયત દ્વારા દબાણ કરનાર પરિવારને છવારવામાં આવતો હોવાથી લોકચર્ચાએ જોર પકડ્યું અનેે તેના વિરૂદ્ધ કોઇ જ કાર્યવાહી ન થઇ. દબાણનો મુદ્દો તાલુકા પહોંચતા તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયતને નોટિસ ફટકારી દબાણ કરેલ બાંધકામ અંગે માલિકી હક્ક રજુ કરવા અથવા દબાણ દૂર કરવા અને બાંધકામ પૂર્વે મંજૂરી માંગી ન હોય તો બાંધકામ ત્વરિત દૂર કરવાની કાર્યવાહી કરવા નોટિસ ફટકારી દીધી. ગ્રામ પંચાયતને નોટિસ મળતા જ ગ્રામ પંચાયતના સત્તાધીશો બોખલાઈ જતાં દબાણ અંગે રજુઆત કરનાર અરજદારને જ નોટિસ ફટકારી દીધી છે. એટલું જ નહીં તેમના ઘર આગળ બનાવેલ શૌચાલય અને ઘરના દરવાજા બાંધકામ અંગે ગ્રામપંચાયતની મંજૂરી માંગી હતી અને જો લીધેલ હોય તો દિવસ-૭ માં આધાર પુરાવા રજુ કરવા નોટિસમાં જણાવ્યું છેે.

Next Story