લોકસભાની ચૂંટણી માટે પ્રચાર પ્રસાર કરવાના આખરી દિવસો જ બાકી બચ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 9.35 કલાકે દિલ્હી થી રાજકોટ આવી પહોંચશે. જ્યા તેઓ રાજકોટ ભાજપના નેતાઓને મળશે. તો સાથે જ 10 મિનીટમા ટૂંકા રોકાણ બાદ તેઓ હેલિકોપ્ટર મારફત જુનાગઢ જવા રવાના થશે. જુનાગઢમા તેઓ એક વિશાળ જનમેદનીને સંબોધીત કરશે. તો ત્યારબાદ તેઓ હેલિકોપ્ટર મારફત 12.05 કલાકે રાજકોટ એરપોર્ટ પર પરત ફરશે. તો રાજકોટ એરપોર્ટ પરથી જ તેઓ વિમાન મારફતે સુરત રવાના થશે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન આવવાના હોવાથી સુરક્ષા વયવસ્થામાં સઘન બનાવવામા આવી છે. સૌરાષ્ટ્રમા રાજકોટ અને જુનાગઢ બંને જગ્યાએ આઈજીપી કક્ષાના અધિકારીઓની અદ્યક્ષતામા સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે.

LEAVE A REPLY