Connect Gujarat
ગુજરાત

વડોદરાઃ રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ -1 પાસે મુસાફરનો મૃતદેહ ત્રણ દિવસ સુધી લટકતો રહ્યો

વડોદરાઃ રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ -1 પાસે મુસાફરનો મૃતદેહ ત્રણ દિવસ સુધી લટકતો રહ્યો
X

રેલવે સ્ટેશન ખાતે કોઈ અજાણ્યા મુસાફરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરતાં કોઈનું ધ્યાન પણ ન ગયું

વડોદરા રેલવે સ્ટેશન ખાતે ફૂટ ઓવર બ્રિજ નીચે અજાણ્યા મુસાફે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મુસાફરોથી સતત ધમધમતા રેલવે સ્ટેશન ઉપર ત્રણ દિવસથી મૃતદેહ લટકતો રહેતાં સુરક્ષા સામે પણ અનેક સવાલો ઉપસ્થિત થયા છે. ઘટનાની જાણ રેલવે પોલીસને થતાં મૃતકની ઓળખનાં ચક્રો ગતિમાન કર્યા છે.

વડોદરા રેલવે સ્ટેશન મુસાફરોથી સતત ધમધમતુ રહે છે. તેમાં પણ પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવેલા ફૂટ ઓવર બ્રિજ નીચે એક અજાણ્યા મુસાફરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેનો મૃતદેહ ત્રણ દિવસ સુધી લટકતો રહ્યો પણ તેની સામે કોઈને નજર પણ ન ગઈ. આખરે ત્રીજા દિવસે આ ઘટનાની જાણ થતાં રેલવે પોલીસે આ અજાણ્યા ઈસમનો મૃતદેહ કબજે તેની ઓળખનાં ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story
Share it