વડોદરા:ગરીબ અને મધ્યમવર્ગનાં લોકોને સરકારી આવાસ યોજનાઓ ડ્રો લાગેલ છે ની લાલચ આપી, માતબર રકમની છેતરપીંડી કરતા બે ઝડપાયા

વડોદરા શહેર તાંદલજા વિસ્તારમાં આવેલ સહકારનગર ઝુપડપટ્ટી બે-વર્ષ અગાઉ વડોદરા મહાનગર સેવા સદન તરફથી તોડી નાખવામાં આવેલ હતી અને કોર્પોરેશને જેતે વખતે આવાસનાં મકાનો આપવાનું જણાવેલ હતુ. જેથી ૦૯ એક માસ પહેલા આ કામનાં ફરીયાદી અબ્બાસ મહમંદ પટેલ તથા અન્ય સાહેદોને જાણવા મળેલ કે, રાવપુરા ખાતે દુલીરામ પેંડાવાળાની દુકાન સામે મધ્યવર્તી સ્કુલમાં નવા-આવાસ યોજનાનાં મકાનના ફોર્મ મળે છે. જેથી ત્યા ફરીયાદી ફોર્મ લેવા જતા આરોપી- અશરફ સલીમભાઇ મન્સુરી રહે. ગુલશન સોસાયટી સામે બાવામાનપુરા વડોદરા નાનો મળેલો આ ઇસમે પોતાનુ વિઝીટીંગ કાર્ડ આપી, સરકારી આવાસના મકાનોમાં જે મકાનો કેન્સલ થાય છે. તેમા હું તમને મકાનનું સેટીંગ કરી આપીશ, મારે કોર્પોરેશનનાં અધિકારીઓ સારા સબંધ છે અને સનફાર્મા રોડ ઉપર ગોલ્ડન હાઇટસમાં કેન્સલેશનના મકાનો પડી રહયા છે. તેમા તમારૂ સેટીંગ કરાવી મકાન અપાવી દઇશ.
તેવો વિશ્વાસ આપી, તેઓની ઓફીસ અલ્કાપુરી સેન્ટર પોઇન્ટ આઠમા માળે આવેલી છે તેમ જણાવી, ફરીયાદી તેમજ અન્ય સાહેદોને પોતાની ઓફીસ ખાતે બોલાવી, દરેક પાસેથી પ્રથમ ફોર્મ પેટે રૂ. ર૦,૦૦૦/- ભરવા પડશે અને અગાઉનાં લાભાર્થીઓએ/મકાનનું બુકીંગ કરાવનારાઓએ રૂ.૮૦ હજારના ત્રણ હપ્તા ભરેલા છે તેમ જણાવી, કુલ્લે રૂ. ર,૪૦,૦૦૦/- પણ આપવા પડશે અને આ મકાનનો ડ્રો થશે પછી તમને હું બાકીના રૂપિયાની લોન પણ કરાવી આપીશ. ડ્રોમા તમારૂ નામ આવ્યા પછી રા. ૧ લાખ સાહેબોના વ્યવહાર પેટે અલગથી આપવાના રહેશે તેમ જણાવી સનફાર્મા રોડ ઉપર ગોલ્ડન હાઇટ ડી વીંગના ચોથા માળે ફરીયાદીને મકાન નં. ૪૦૪ નું બતાવી વિશ્વાસમાં લીધેલ હતા. અને ફરીયાદી પાસેથી રૂ. ર,૬૦,૦૦૦/- પડાવી લીધેલ હતા.આજ રીતે આરોપી- અશરફ સલીમભાઇ મન્સુરી નાએ બીજા-૦૬ સાહેદો ને પણ વિશ્વાસ આપી, કુલ્લે રૂ.૧૬,૪૫,૦૦૦/- લઇ, મકાનો નહી આપી, માતબર રૂપિયા ગરીબ અને મધ્યમવર્ગનાં માણસો પાસેથી પડાવી લઇ ગુનો આચરેલ હોવાની કબુલાત કરી હતી.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT