Top
Connect Gujarat

વડોદરા: જાપાનીઝ ગાર્ડન તોડી પાડવાના કેસમાં 3 અધિકારીઓને ચાર્જશીટ સહિત નોટિસો આપવામાં આવતા કોર્પોરેશનમાં ખળભળાટ

વડોદરા: જાપાનીઝ ગાર્ડન તોડી પાડવાના કેસમાં 3 અધિકારીઓને ચાર્જશીટ સહિત નોટિસો આપવામાં આવતા કોર્પોરેશનમાં ખળભળાટ
X

વડોદરા મહાનગર સેવા સદન દ્વારા શહેરમાં 24 બાય 7 યોજના અંતર્ગત થયેલી મિટર ખરીદી, રોડમાં વાપરવામાં આવેલા ડામર અને કમાટી બાગમાં રીનોવેશનના નામે જાપાનીઝ ગાર્ડન તોડી પાડવાના કેસમાં 17 અધિકારીઓ-કર્મચારીઓ પૈકી 3 અધિકારીઓને ચાર્જશીટ સહિત નોટિસો આપવામાં આવતા કોર્પોરેશનમાં ખળભળાટ મચી ગયો હતો.

વડોદરા મ્યુ. કોર્પોરેશનના ડે. મ્યુનિસિપલ કમિશર સુધિર શાહે જણાવ્યું હતું કે, વડોદરા મહાનગર સેવા સદન દ્વારા શહેરીજનોને 24 બાય 7 પાણી પૂરું પાડવાની યોજના અમલમાં મૂકવામાં આવી હતી. જે અંતર્ગત કરોડો રૂપિયાની કિંમતના પાણીના મિટરો ખરીદવામાં આવ્યા હતા. જે મિટરો ખરીદ્યા બાદ શહેરમાં થોડા વિસ્તારોમાંજ લગાવવામાં આવ્યા હતા. અને બાકીના મિટરો આજે પણ ધૂળ ખાઇ રહ્યા છે. મિટરોની ગુણવત્તા અંગે પણ સવાલો ઉઠ્યા હતા. આ પ્રકરણની તપાસ સ્ટેટ વિજિલન્સ કરી રહ્યું હતું.

જેનો રિપોર્ટ આવતા આજે જે તે સમયે એડી.સિટી એન્જિનીયર તરીકે ફરજ બજાવનાર અને હાલમાં ડે. મ્યુનિ. કમિશનર તરીકે ફરજ બજાવી રહેલા શૈલેષ મિસ્ત્રી, ના.કા.ઇ. પ્રશાંત આર. પરમાર અને જે તે સમયના સુપરવાઇઝર પ્રવતસિંહ એમ. ભાભોરને ચાર્જશીટ આપવામાં આવી છે. આ ઉપરાંત આજ પ્રકરણમાં કાર્યપાલક ઇજનેર અમૃતભાઇ મકવાણા, કા.ઇ. રાજેન્દ્ર વસાવા, કા.ઇ. પ્રમોદ વસાવા, કા.ઇ. કાદરભાઇ ખત્રી અને ના.કા.ઇ. કિરણ પટેલને શો-કોઝ નોટિસ આપવામાં આવી છે.

આ સાથે શહેરમાં રોડ રસ્તાના રીસરફેસીંગમાં કોન્ટ્રાક્ટર દ્વારા વાપરવામાં આવેલા ડામરમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. અને ખોટા બિલો પાસ કરી દેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં જે તે સમયે કોન્ટ્રાક્ટર વિરૂધ્ધમાં પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. અને 7 અધિકારીઓ-કર્મચારીઓને નોટિસો આપવામાં આવી હતી. અને આ પ્રકરણની તપાસ વિજીલન્સને સોંપવામાં આવી હતી. જે રિપોર્ટ આવી જતાં 7 અધિકારીઓ-કર્મચારીઓ તત્કાલિન કા.ઇ. ધીરેન તડપદા, તત્કાલિન ના.કા.ઇ. ભાર્ગવ પંડિત, આસિ. એન્જિ. કપિલ તિવારી, એડી. આસિ. એન્જિ. બ્રિજેશ ચૌધરી, એડી. આસિ. એન્જિ. જીગર સાયનીયા, એડી. આસિ. એન્જિ. સચિન સાળુંકે અને એડી. આસી. એન્જિ. ધર્મેન્દ્ર શાહ સામે ખાતાકીય તપાસનો હુકમ કરવામાં આવ્યો છે.

ડે. મ્યુનિસિપલ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, શહેરના સયાજી બાગમાં બાળકો માટે ભૂલભૂલામણી અને જાપાનીઝ ગાર્ડન બનાવ્યાના 6 માસમાંજ રિનોવેશનના નામે તોડી પાડવામાં આવ્યો હતો. જે અંગે થયેલી રજૂઆત બાદ વિજીલન્સને તપાસનો હુકમ કરવામાં આવ્યો હતો. જે તપાસનો રિપોર્ટ આવી જતાં, આ પ્રકરણમાં સંડોવાયેલા કાર્યપાલક ઇજનેર રાજેન્દ્ર વસાવા અને એડી. સીટી એન્જિનીયર ધીરેન તડપદા સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. તે સાથે તેઓને ચાર્જશીટ આપવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે અધિકારીઓ અને કર્મચારીઓ નિવૃત્ત થઇ ગયા છે તેવા ના.કા.ઇ. દેવજી સોરઠીયા, સ્વૈચ્છિક નિવૃત્ત થઇ ગયેલા વૈશાલી બ્રહ્મભટ્ટ અને હિતેષ ગાંધી સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. જોકે, તેઓ સામે શું કાર્યવાહી કરવામાં આવશે તે નક્કી કરવામાં આવશે.

Next Story
Share it