વડોદરાની 20 વર્ષીય અનુષ્કા લુહારે તાજેતરમાં જ મિસ ઇન્ડીયા ગુજરાતનો તાજ જીત્યો છે. આગામી 20 જુને મુંબઇ ખાતે યોજાનાર મિસ ઇન્ડીયા સ્પર્ધામાં અનુષ્કા લુહાર ગુજરાતનું પ્રતિનિધત્વ કરશે. વડોદરાની એમ.એસ.યુનિ.માં બાયોલોજીની વિદ્યાર્થીની છે અનુષ્કા લુહાર.

તાજેતરમાં જ યોજાયેલી મિસઇન્ડીયા ગુજરાત સ્પર્ધામાં ભાગ લઇને અનુષ્કા લુહાર તાજ જીત્યો છે. આ સ્પર્ધાના ફાયનલ રાઉન્ડમાં 3 યુવતીઓ હતી, જે પૈકી અનુષ્કાની સ્પીચ અને વાતચીત કરવાની કળાને ધ્યાનમાં રાખીને મિસ ઇન્ડીયા ગુજરાત તરીકે તેની પસંદગી કરાઇ હતી. અનુષ્કાએ ગત વર્ષે યોજાયેલી મિસ ઇન્ડીયા ગુજરાતમાં પણ ભાગ લીધો હતો. જો કે તે ફાયનલ રાઉન્ડ સુધી પહોંચી શકી ન હતી. જોકે હિંમત હાર્યા વગર તેણે આ વર્ષે ફરી વાર સ્પર્ધામાં ઝંપલાવ્યું હતું. અનુષ્કા લુહાર હવે આગામી 20 જુને યોજાનાર મિસ ઇન્ડીયા સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનીધિત્વ કરશે. આ સ્પર્ધામાં દેશભરમાંથી 30 યુવતીઓ ભાગ લેશે.

સંયુકત પરિવારમાં રહેતી અનુષ્કા 2 વર્ષથી મોડેલીંગ પણ કરે છે. જો મિસ ઇન્ડીયાનો તાજ જીતશે તો બોલીવુડમાં જવાની અને મોડેલીંગ કરવાની ઇચ્છા અનુષ્કાએ વ્યકત કરી હતી. બળાત્કારની વધતી જતી ઘટના અંગે અનુષ્કાએ આવી ઘટનાની ટીકા કરી યુવતીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવાની અને કાયદામાં સુધારાની હિમાયત કરી હતી.

 

LEAVE A REPLY