Connect Gujarat
ગુજરાત

વડોદરાની ગંધારા સુગર ફેકટરીના કર્મચારીઓએ કર્યો બાકી પગાર મુદ્દે હોબાળો

વડોદરાની ગંધારા સુગર ફેકટરીના કર્મચારીઓએ કર્યો બાકી પગાર મુદ્દે હોબાળો
X

વડોદરા જિલ્લાના શેરડી પકવતા ખેડૂતો માટે ગંધારા સુગર ફેકટરી આશીર્વાદ સમાન હતી.પરંતું કોક કારણોસર આ સહકારી સુગર મિલ માંદી પડી જતા ખેડૂતોના શેરડીના કરોડો રૂપિયા પણ ચૂકવાયા ન હતા, સાથે સાથે કર્મચારીઓના પગાર પણ ચૂકવાયા ન હતા. જેથી હવે નર્મદા જિલ્લાની એક માત્ર સુગર ફેકટરી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી દ્રારા ગંધાર સુગર ફેક્ટરીનો વહીવટ હસ્તગત કરાયો છે. ગુજરાત રાજ્ય સરકારે ગંધારા સુગર ફેક્ટરીના કસ્ટોડિયન તરીકે નર્મદા ધારીખેડા સુગરની નિમણૂંક કરી હતી.

નર્મદા સુગર ફેકટરીના ચેરમેમ ઘનશ્યામ પટેલ ગંધારા સુગર ફેકટરી ખાતે ચાર્જની આપ લે કરવા ગયા હતા.એક બાજુ તેઓ ચાર્જ લઈ રહ્યા હતા તો બીજી બાજુ ગંધારા સુગરના કર્મચારીઓએ પોતાના બાકી પગાર મુદ્દે ફેકટરી પરિસરમાં જ હોબાળો મચાવ્યો હતો.કર્મચારીઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે અમારો માર્ચ મહિનાથી પગાર નથી થયો,અમારા બાળકોની સ્કૂલ ફી ભરવાના પણ અમારે વાંધા છે. જે ગુજરાત બહારના કર્મચારીઓ હતા એ તો સંસ્થા છોડી જતા પણ રહ્યા છે.રોજે રોજ સુગર પર આવવાનો ખર્ચો પણ હવે પોસાતો નથી. આ ચાર્જ ની આપ લે સમયે કોઈ પણ કર્મચારીઓને બોલાવાયા નથી એ ખરેખર અન્યાય કહેવાય.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="106707,106708,106709"]

આ મામલે કરજણના માજી ધારાસભ્ય અને ગંધારા સુગર ફેકટરીના માજી ચેરમેન સતીશ પટેલે તદ્દન ગેરવ્યાજબી જવાબ આપ્યો હતો. એમણે પગાર બાબતે જણાવ્યું હતું કે હવે હું ચેરમેન નથી એ બધું ઘનશ્યામ પટેલને પૂછો.પગાર બાબતે સરકારમાં રજુઆત કરી છે એમ જણાવી તેઓ છૂટી પડ્યા હતા.

જે તે સમયે જ્યારે ગંધારા સુગર હસ્તગત કરવાનો નિર્ણય કરાયો ત્યારે ચેરમેન સતીશ પટેલે નર્મદા સુગર ખાતે જણાવ્યું હતું કે ખેડૂતોના 23 કરોડ રૂપિયા આપવાના બાકી છે.સુગર પાસે 1 લાખ કવીંટલ ખાંડનો સ્ટોક પણ છે.તો એ ખાંડનો સ્ટોક હોવા છતાં પણ કેમ કર્મચારીઓને પગરના વલખા.કર્મચારીઓ તો ફેકટરીનું એક અભિન્ન અંગ કહેવાય એમની માંગણી પેહલા સંતોષવી જોઈએ.

કર્મચારીઓ સાથે બેઠક કરી નિરાકરણ લવાશે: ઘનશ્યામ પટેલ

નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે ગંધારા સુગરના કર્મચારીઓનો પગાર બાકી છે એ સાચી વાત છે. થોડા જ દિવસોમાં કર્મચારીઓ સાથે બેઠક કરવામાં આવશે,તેઓ જે સમાધાન કારી ફોર્મ્યુલા આપશે એ જો યોગ્ય હશે તો એનો અમલ કરી એમના પગાર ચૂકવી દેવામાં આવશે.ગંધારા સુગરનું કરોડો રૂપિયાનું દેવું છે,એ દેવું ચૂકવવા સરકાર પાસે પૈસાની માંગણી કરી છે જો સરકાર અમારી માંગણી પુરી કરશે તો એ પૈસા માંથી પગાર ચૂકવાશે,ખેડૂતોના તથા વેપારીઓના નાણા ચૂકવી દેવાશે.વાવણી ન હોવાથી આગામી 1 વર્ષ સુધી તો ફેકટરી બંધ હાલતમાં જ રહેશે. ગંધારા સુગરના સિક્યુરિટી કર્મચારીઓનો પગાર નર્મદા ધારીખેડા સુગર ફેકટરી કરશે.

Next Story
Share it