વડોદરામાં સયાજીબાગના 137 માં જન્મદિનની ભવ્ય ઉજવણી કરાઈ
BY Connect Gujarat8 Jan 2017 8:10 AM GMT

X
Connect Gujarat8 Jan 2017 8:10 AM GMT
સયાજીબાગના 137 માં જન્મદિન નિમિતે વડોદરા વાસીઓ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને વડોદરા વાસીઓને સયાજીબાગની સુંદર ભેટ આપવા બદલ સયાજીરાવ ગાયકવાડનો આભાર માન્યો હતો.
આ દિવસે વડોદરાના એક સુંદર અને રમણીય સ્થળ સયાજીબાગ ખાતે મોર્નિંગ વોકર્સના જૂથે કેક કાપીને તેમના જન્મદિનની ઉજવણી કરી હતી.વૃક્ષો , બગીચા, શિલ્પો , આરામ ગૃહ, ફૂલો અને સંગીત થી શોભતો આ સયાજી બાગ આજે પણ લોકોમાં એટલી જ લોકપ્રિયતા ધરાવે છે.
1879 માં સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા વડોદરા માટે આ ઐતિહાસિક બાગનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ.જેમાં સંગ્રહાલય, ઝૂ, સરદાર પટેલ તારાગૃહ અને ફૂલ ઘડિયાળ જે 20 મીટર વિસ્તારમાં ફેલાય છે અને ગુજરાતની પ્રથમ ઘડિયાળ છે,વગેરેનો સમાવેશ થાય છે,તથા ઘણી ફિલ્મોના શૂટિંગ પણ અહીં કરવામાં આવ્યા છે.
Next Story