વડોદરામાં સર્જાઇ ફરી પૂરની સ્થિતિ, વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીએ પહોંચી

વડોદરાવાસીઓ હજુ માંડ પૂરની સ્થિતિમાંથી બહાર નીકળ્યા હતા. ત્યારે ફરીથી વડોદરા શહેરમાં ફરીથી પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી તેની ભયજનક સપાટી 26.50 ફૂટે પહોંચી છે. ને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આજવા ડેમની સપાટી 212.75 ફૂટ થઇ છે. વિશ્વામિત્રી નદીમાં પૂરને પગલે પરશુરામ ભઠ્ઠા, પેન્શનપુરા, જલારામનગર, નવીનગરી સહિતના કાંઠા વિસ્તારના 1 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વિશ્વામિત્રી નદીમાં પૂરને પગલે વડોદરા શહેરના અલકાપુરી ગરનાળામાં પાણી ભરાઇ ગયું છે. જેથી ગરનાળાને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યું છે.
વડોદરા શહેરને પાણી પુરૂ પાડતા આજવા ડેમની સપાટી વધવાને પગલે વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વડોદરા શહેરમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે. જેને પગલે વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારો, નદી કાંઠાના વિસ્તારો સહિત તમામ નાગરિકોને સાવચેત રહેવા માટે કલેક્ટરે અપીલ કરી છે. અને તકેદારીના જરૂરી પગલાં લેવા, અને ઊંચાઇવાળા સલામત સ્થળે ખસવાની પણ સૂચના આપી છે.
ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા દિલ્હીમાં, કામગીરીની થશે સમીક્ષા
4 July 2022 6:51 AM GMTઅમરેલી : સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ખાતે એસટી બસો અનિયમિત આવતા...
4 July 2022 6:37 AM GMTરાજ્ય સરકારે લોન્ચ કર્યું IORA પ્લેટફોર્મ, હવે આ સેવાઓ થશે ઓનલાઈન
4 July 2022 6:12 AM GMTરાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદ,થશે જળબંબાકાર,જાણો ક્યાં કેટલો પડશે...
4 July 2022 6:08 AM GMTસાબરકાંઠા : 13 વર્ષની સગીરાએ પરિવારને જમવામાં આપી ઉંઘની ગોળી, સવારે...
4 July 2022 5:36 AM GMT