વડોદરા : એલ એન્ડ ટી કંપનીની ઇમારત ધરાશાયી : 3 શ્રમજીવી દટાયાની આશંકા

વડોદરાના છાણી જકાતનાકા પાસે આવેલી એલ એન્ડ ટી કંપનીની ઇમારત ઉતારી લેવાની ચાલી રહેલી કામગીરી દરમિયાન શનિવારે સમી સાંજે કેટલોક ભાગ અચાનક ધરાશાયી થતાં દોડધામ મચી હતી. કાટમાળ નીચે ત્રણથી વધારે શ્રમજીવીઓ દબાયા હોવાની આશંકાના પગલે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દેવાઇ છે. વડોદરા મહાનગરપાલિકાની ટીમ અત્યાધુનિક સાધનો સાથે સ્થળ પર પહોંચી છે અને કાટમાળ હટાવવાની કામગીરી કરી રહી છે.
[gallery td_select_gallery_slide="slide" size="full" ids="115535,115536,115537,115538"]
આ કામગીરી દરમિયાન ઇજાગ્રસ્ત હાલતમાં મળેલા એક શ્રમજીવીને તાત્કાલિક સારવાર માટે રવાના કરાયો હતો. ફાયરબ્રિગેડના જણાવ્યા અનુસાર હાલ સ્થળ પર 40થી વધારે લાશ્કરો અને ચાર અધિકારીઓ હાજર છે. છેલ્લા બે સપ્તાહથી ઇમારતને ઉતારી લેવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન શનિવારે મશીનમાં ખરાબી થતાં એક હિસ્સો ધડાકાભેર તુટી પડયો હતો. કાટમાળ નીચે શ્રમજીવીઓ દટાયા હોવાની આશંકાના પગલે કાટમાળ ઝડપથી હટાવવામાં આવી રહયો છે.