Connect Gujarat

વડોદરા : કુંડળધામ શ્રી હરિચરિત્રામૃત સાગર કથાને 2332 દિવસ શબ્દશ: Live ટેલીકાસ્ટ ચલાવવાની બની પ્રથમ ઘટના

વડોદરા : કુંડળધામ શ્રી હરિચરિત્રામૃત સાગર કથાને 2332 દિવસ શબ્દશ: Live ટેલીકાસ્ટ ચલાવવાની બની પ્રથમ ઘટના
X

ભગવાન સ્વામિનારાયણના જીવન કવનનું નિરૂપણ કરતો અને તે સમયના સમાજ જીવન અને ઇતિહાસની ઝાંખી કરાવતો આ ગ્રંથ ખૂબ જ સાંસ્કૃતિક અગત્યતા ધરાવે છે. તેનું હસ્તપ્રત લેખન જે તે સમયે સદગુરુ શ્રી આધારાનંદ સ્વામીએ કર્યું હતું અને તેમાં ભગવાન સ્વામિનારાયણની દિનચર્યા, ઉત્સવ, સમૈયા, તે સમયની રાજકીય પરિસ્થિતિ અને ઉપદેશોની વાતો વણી લીધી હતી. આ ગ્રંથને ટાઇટેનિયમ ધાતુમા કંડારવા બદલ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ અને એશિયા બુક ઓફ રેકોર્ડસ દ્વારા ‘લાર્જેસ્ટ હિન્દી મેન્યુસ્ક્રીપટ ઓન ટાઇટેનિયમ શીટ’ની વિક્રમ માન્યતા અને પદક પણ આપવામાં આવ્યા છે.

શ્રી હરિચરિત્રામૃત સાગર ભગવાન શ્રી સ્વામિનારાયણનાં જીવનચરિત્રો ધરાવતો હિન્દી

ભાષાનો સૌથી મોટો ગ્રંથ છે. આ ગ્રંથમાં કુલ ૨૯ પૂર, ૨૪૦૯ તરંગ અને ૧,૦૨,૫૬૪ દોહા

ચોપાઇઓ છે. આ વિરાટ કાય ગ્રંથની કથા એટલે ‘સાગર કથા’. તા.૧0 જૂન, ૨૦૧૧ ના

રોજ કુંડળધામમાં પ.પૂ. સદ્. શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી દ્વારા આ સાગર કથાની શરૂઆત

કરવામાં આવી હતી. આ ગ્રંથની ૧થી ૨૦ પૂર સુધીની કથાનો લાભ પ.પૂ.સદ્. શ્રી

જ્ઞાનજીવનદાસજી સ્વામીએ આપ્યો હતો, અને બાકીના ૯ પૂરની કથાનો લાભ પૂ. શ્રી ઈશ્વરચરણદાસજી

સ્વામીએ આપ્યો હતો.

દેશ-વિદેશમાં લાઇવ ટેલીકાસ્ટ થતી આ સાગર કથાથી હજારો લોકોના જીવનમાં સમજણ, સંસ્કાર અને સદગુણ સિંચનનું અદભૂત

કામ થયું છે. કથા દરમ્યાન આવતા પ્રત્યેક પૂરની સમાપ્તિ સમારોહ અલગ અલગ જગ્યાએ ખૂબ

ધામધુમથી ઉજવવામાં આવતા હતા. ઈ.સ. ૨૦૧૭ના દિવાળીના વેકેશન દરમ્યાન શ્રી

સ્વામિનારાયણ મંદિર, કુંડળધામમાં ઉજવાયેલ ભવ્ય સાગર

મહોત્સવમાં તા. ૨૬ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ આ સાગર કથાની પૂર્ણાહૂતિ થઈ હતી. આમ આ સાગર કથા કુલ ૨૦૫૭ ભાગમાં

સંપૂર્ણ થઈ. ૬ વર્ષ, ૪ માસ અને ૧૮ દિવસ અર્થાત ૨૩૩૨

દિવસ સુધી ચાલેલ આ કથાના કુલ ૨૪૪૦ કલાક થયા છે. એક જ ગ્રંથ ઉપર સૌથી લાંબા સમય

સુધી શબ્દશઃ કથા થઈ હોય અને તે લાઇવ ટેલીકાસ્ટ થઈ હોય એવી કદાચ આ પ્રથમ ઘટના છે.

તેની જાણ Asia Book of Records અને India Book of Records સંસ્થાને કરવામાં આવતાં તેમણે

પ.પૂ. સદ્. શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીના આવા અદભૂત કાર્યને Asia Book of Records અને India Book of Recordsમાં સ્થાન આપ્યું છે અને પ.પૂ.સદ્.

શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીને એવોર્ડથી સન્માનીત કર્યા છે. તેમ સાધુ

અલૌકિકદાસજીએ જણાવ્યુ છે.

Next Story
Share it