Connect Gujarat

વડોદરા : કોરોના વાયરસના સંદર્ભમાં તકેદારી અંગે વહીવટીતંત્રની બેઠક મળી

વડોદરા : કોરોના વાયરસના સંદર્ભમાં તકેદારી અંગે વહીવટીતંત્રની બેઠક મળી
X

વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે કોરોના વિષયક વ્યાપક અને સંકલિત તકેદારી તમામ સ્તરે લેવાય એ માટે વિવિધ સંસ્થાઓ તથા સરકારી વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

તેમણે જણાવ્યું હતું કે માસ્ક અને સેનેટાઈઝરસનો સરકારે આવશ્યક ચીજવસ્તુઓમાં સમાવેશ કર્યો છે.એટલે તેનો સંગ્રહ ,નિર્ધારિત કરતા વધુ ભાવે વેચાણ કાયદેસરની કાર્યવાહીને પાત્ર ઠરશે.એનો સ્ટોક જાહેર કરવો પડશે.જિલ્લા કલેકટર એ શાળાઓ અને શિક્ષણ સંસ્થાઓને આ બાબતમાં રાજ્ય સરકારની માર્ગદર્શક સૂચનાઓનો ચુસ્ત અમલ કરવા,બાળકો સાબુ કે પ્રવાહી સાબુ થી વારંવાર હાથ ધુએ એ માટે શિક્ષિત કરવા અને તાવ કે શરદી ખાંસી પીડિત બાળકોનું વિશેષ ધ્યાન રાખી તકેદારી રાખવા જણાવ્યું છે.

હાલમાં શાળાઓ અને શિક્ષણ સંસ્થાઓને માર્ગદર્શક સૂચનાઓનું પાલન કરવાનું છે. ખાનગી અને સરકારી દવાખાનાઓમાં ફ્લૂ કોર્નર બનાવી તાવ,શરદી ખાંસી કફની તકલીફો ધરાવનારાઓની અલાયદી તપાસ કરવા સૂચના આપવામાં આવી છે. જરૂરિયાતના સંજોગોમાં તાવ વિષયક વિશેષ ૧૦૪ સેવાનો સંપર્ક અને ઉપયોગ કરવા અનુરોધ કરવાની સાથે તાવ,ખાંસી,કફ,વહેતું નાક,માથા અને ગળાનો દુખાવો,શ્વાસ લેવામાં મુશ્કેલી જેવી તકલીફો જણાય તો સત્વરે તબીબી સારવાર લેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મેળાવડા,સભાઓ, વર્ક્શોપ યોજવા જેવી બાબતોમાં સરકારની સૂચનાઓનો અમલ કરવા ખાસ અનુરોધ કર્યો છે.

Next Story
Share it